Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ કાશ્મીરમાં 370ની તલાક થતાં કચ્છ સરહદ સામે પાકિસ્તાની મરિનની ગતિવિધી વધી

જમ્મુ કાશ્મીરમાં 370ની તલાક થતાં કચ્છ સરહદ સામે પાકિસ્તાની મરિનની ગતિવિધી વધી
, મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:10 IST)
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્દ્રશાસિત પ્રદેશ બનાવી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ત્યારે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે જેવી આ બાબતની જાહેરાત ભારતીય સંસદમાં કરી તે સાથે જ અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. 
વધેલી આ હલચલને સુરક્ષા ક્ષેત્રના જાણકારો અતી સુચક ગણાવી રહ્યા છે. સોમવારની સવારથી કચ્છની સામેપાર પાક મરીન સિક્યુરિટી સહિત અન્ય સ્થાનિક સુરક્ષા એજન્સીઓના વાહનોની અવરજવર સાથે મરીન કમાન્ડોની તૈનાતીનો ધમધમાટ જોવા મળ્યો હોવાનું વિશ્વસનિય સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું. 
રવિવારે પણ પાકિસ્તાનમાં તમામ સુરક્ષા એજન્સીઓની આપાતકાલિન બેઠક બોલાવાઇ હતી. જેમાં પણ સુરક્ષા બાબતે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ તરફ કાશ્મીરમાં 370ની કલમ હટતાં તકેદારીના ભાગરૂપ ઉપરાંત આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને પણ કચ્છની રણ અને દરિયાઇ સરહદે કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવાયો છે.પાકમાં થઇ રહેલી હિલચાલ ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાજનજર રાખી અટપટ્ટા નાલાઓમાં પેટ્રોલિંગ બોટ સહિતના માધ્યમથી રાઉન્ડ ધી પેટ્રોલિંગને વધુ સઘન બનાવી દેવાયું છે. 
એરસ્ટ્રાઇકની ઘટના પછી પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર પોતાની મરીન સિક્યુરિટીના જવાનોની તૈનાતી કરી દીધી હતી. થોડા સમય પહેલાંજ અહીથી મરીન કમાન્ડોને હટાવી અન્ય ફોર્સના જવાનોની તૈનાતી કરાઇ હતી. ત્યારે ભારત સરકારના કાશ્મીર અંગેના નિર્ણય ફરી મરીન બટાલિયનને ખડકી દેવાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરેન્દ્રનગરના પૂર્વ અધિક કલેક્ટર પાસેથી 6 કરોડની બેનામી સંપત્તિ મળી