પાક વીમો ન મળતા પડધરીમાં 1 હજારથી વધુ ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પોલીસ સાથે ઝપાઝપી
, સોમવાર, 1 એપ્રિલ 2019 (13:05 IST)
રાજકોટના પડધરીમાં મામલતદાર કચેરીએ પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીંની પણ ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતો વિફરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેમજ પથ્થરોના ઘા થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અનેક ખેડૂતોની અટકાયત કરી છે.
આગળનો લેખ