Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, 10 કિલોનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, 10 કિલોનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે
, શુક્રવાર, 29 માર્ચ 2019 (13:11 IST)
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજથી કેસર કેરીની આવકનો પ્રારંભ થયો હતો. આજે પ્રથમ વખત ૧૦૦ બોક્સ આવ્યા હતા. અને ૧૦૦૦થી ૧૫૦૦ રૃપિયા લેખે હરાજી થઈ હતી. કેરીની આવક શરૃ થઈ છે. આગામી દિવસોમાં આવકમાં વધારો થશે.
ઉનાળાનું અમૃતફળ ગમાતી કેરીનું નામ પડતા જ લોકોના મોંમાં પાણી આવવા લાગે છે. જૂનાગઢ, તાલાલા, વંથલી, વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના પંથકમાં કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.પરંતુ જૂનાગઢ નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અમુક આગોતરા આંબાઓમાં માર્ચ માસના અંતમાં પાકી જાય તેવી કેરી ઉતરવા લાગે છે. આજે જુનાગઢ માર્કેટ યાર્ડમાં આ સિઝનના પ્રથમ ૧૦૦ કેરીના બોક્સની આવક થઈ હતી. અને ૧૦ કિલોના કેરીના બોક્સની ૧૦૦૦થી ૧૫૦૦ રૃપિયા લેખે હરાજી થઈ હતી.
ત્રણ ચાર દિવસ પૂર્વે પણ છ-સાત બોક્સ આવ્યા હતા. પરંતુ ભાવનો મેળ ન પડતા ખેડૂત વેંચાણ કર્યા વગર જતા રહ્યા હતા. આજથી કેસર કેરીના આગમનનો પ્રારંભ થયો છે. જેમ-જેમ ગરમી પડતી જશે તેમ કેરીની આવક વધશે. આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં કેરીની આવક થશે. અને આવક વધવાથી ભાવ પણ ઘટે તેવી શક્યતા છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019- કોંગ્રેસને ફટકો, ગુજરાતની તમામ 26 બેઠકો પરથી NCP ઉતારશે પોતાના ઉમેદવાર