Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેશનલ શૂટીંગ ચેમ્પિયનશિપમાં DPS બોપલના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા ચંદ્વકો

નેશનલ શૂટીંગ ચેમ્પિયનશિપમાં DPS બોપલના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા ચંદ્વકો
, સોમવાર, 29 જુલાઈ 2019 (11:42 IST)
અમદાવાદ: ભારતમાં રમતોને યોગ્ય દરજ્જો હાંસલ થઈ રહ્યો છે અને એમાં શૂટીંગને ઓલિમ્પિક રમતોમાં પણ મોખરાનુ સ્થાન હાંસલ થયું છે. આ સ્થિતિ પારખીને ડીપીએસ બોપલ સ્કૂલના  વિદ્યાર્થીઓએ દિલ્હી પબ્લિક સ્કૂલ-ઉદેપુર, રાજસ્થાન દ્વારા આયોજીત છોકરાઓ માટેની ઈન્ટર ડીપીએસ નેશનલ શૂટીંગ ચેમ્પિયનશિપમાં તા. 18 થી 20 જુલાઈ, 2019 દરમ્યાન ભાગ લીધો હતો. 

સ્કૂલના શાર્પશૂટર્સે ત્રણ ઈવેન્ટસમાં સુંદર રમતનુ પ્રદર્શન કર્યું હતું, જેમાં ધોરણ 12ના પ્રાંજય સિંઘ ગંધોકે રાયફલ ઈવેન્ટમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું હતું.  ટીમના સભ્યો ધોરણ 11ના જય જોષી અને ધોરણ 12ના ગૌરવ મિશ્રાએ પણ  એર રાઈફલ શૂટીંગના ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.

સ્કૂલના કોચ નિરવ વસાવડા અને વિદ્યાર્થીઓની ટીમને ભારે પ્રશંસા હાંસલ થઈ છે અને ટીમ ઈવેન્ટમાં સેકન્ડ રનર્સ-અપ ટ્રોફી પણ પ્રાપ્ત થઈ છે. નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં જે સિધ્ધિઓ હાંસલ થઈ છે તેને કારણે સ્કૂલ ખૂબ જ ગૌરવ અનુભવે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ કાવ્ય સંગ્રહ 'FROZEN words'નો યોજાયો વિમોચન સમારંભ