Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેશનલ હાઈવે 53 પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 10ના મોત

નેશનલ હાઈવે 53 પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 10ના મોત
, મંગળવાર, 3 માર્ચ 2020 (10:50 IST)
સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે. કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ દસ વ્યક્તિઓના મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગમખ્વાર એક્સિડન્ટની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. જેથી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનોમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પોખરણ ગામ પાસે સર્જાયેલા એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ વાહનો થંભાવીને એક્સિડન્ટ જોવા પહોંચી ગયાં હતાં. જેથી રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સોનગઢનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને હળવી કરી હતી. સાથે જ લોકોની ભીડને પણ હળવી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમી સાંજે દમણ ગોળીઓની ધણધણાટીથી ધ્રૂજી ઉઠી, પૂર્વ કોર્પોરેટર પર આડેધડ ફાયરિંગ કરી હત્યા