ગુજરાતના રાજકોટમાં એક સંસ્થા કોરોના વેક્સીન સેંટર જઇને રસી લેનાર લોકોને મફત ભોજન કરાવી રહી છે. એક આયોજકે જણાવ્યું કે ક્રોના વેક્સીનેશન સેન્ટર પર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પુરૂ પાડે છે. જેથી લોકોને ઘરે જવાની ચિંતા ન રહે અને તે આરામ કરી શકે. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર થતી જાય છે. કોરોનાની બીજી લહેરમાં ગુજરાતનો મૃત્યુ દર સતત વધી રહ્યો છે.
રવિવારે રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા હતા. ગત 24 કલાકમાં 2875 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2024 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.81 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ અને લોકલ મીડિયા રિપોર્ટના આંકડામાં ખૂબ ફરક છે. લોકલ મીડિયા રિપોર્ટના અનુસાર વડોદરામાં કોરોના પ્રોટોકોલના અનુસાર 50 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્વાસ્થ વિભાગ દ્રારા જાહેર આંકડામાં રવિવારે 1 વડોદરામાં ફક્ત એક વ્યક્તિનું મોત થયું છે.
જ્યારે એક સ્થાનિક કોંગ્રેસ નેતાએ વડોદરાના મીડિયાકર્મીઓને જણાવ્યું કે દરરોજ 1200 થી 1500 નવા કેસ સામે આવે છે અને 75થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. પરંતુ સ્થાનિક વહિવટી તંત્રનો રિપોર્ટ ઓછા આંકડા બતાવે છે. તેમણે કહ્યું કે આ જ પ્રમાણે રાજકોટમાં દરરોજ 12 થી 15 લોકોના મોત થાય છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગ એક અથવા બે લોકોના મોતનો રિપોર્ટ કહી રહ્યો છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં કોરોનાના બેડ ભરાઇ ચૂક્યા છે અને વધુ બેડની જરૂર છે. ગત 5-6 દિવસમાં સામાન્ય અને આઇસીયૂ બેડની માંગમાં ઉછાળો થયો છે. અમદાવાદમાં 50 ટકાથી વધુ આઇસીયૂ બેડ ભરાઇ ચૂક્યા છે.