Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમા રૂપાણીએ પીએમ મોદી સાથે ગુજરાતના સળગતા સવાલોની ચર્ચાઓ કરી

દિલ્હીમા રૂપાણીએ પીએમ મોદી સાથે ગુજરાતના સળગતા સવાલોની ચર્ચાઓ કરી
, મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (15:54 IST)
મુખ્યમંત્રી વિજય રૃપાણી  સોમવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મંગળવારે તેમણે વડાપ્રધાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો રહ્યો હતો. જેમાં પીએમ મોદીએ પણ તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી  રૂપાણી અને પીએમ મોદી વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ.  આ મુલાકાત દરમિયાન ગુજરાત સંદર્ભે એમણે પરામર્શ કર્યો હતો. પીએમ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૃ થવાનું છે અને ૨૦મીએ બજેટ રજૂ થનારું છે, ત્યારે આ સંદર્ભમાં માર્ગદર્શન મેળવાય તેમ સમજાય છે. મુખ્યમંત્રી મંગળવારે જ ગાંધીનગર પરત ફરશે તેમ જણાવાઈ રહ્યું છે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોની પોતાના સાસરીમાં બનાવશે ફાર્મ હાઉસ, ક્યાક આ સાક્ષી માટે વેલેન્ટાઈન ગિફ્ટ તો નથી ને ?