Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ ફરવા માટે નહીં જઈ શકે

ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ ફરવા માટે નહીં જઈ શકે
, શનિવાર, 29 ઑગસ્ટ 2020 (13:32 IST)
ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ કોરોનાના કહેર વચ્ચે ફરીથી સપડાયુ છે. કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આમ, ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ નહિ જઈ શકે. કોરોના સંક્રમણને પગલે ચાર મહિના સુધી માઉન્ટ આબુ સહેલાણીઓ માટે બંધ કરાયું હતું. તેથી જ્યારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. તો બીજી તરફ, માઉન્ટ આબુમાં કોરોનાના કેસને કારણે ફરી એકવાર સ્થાનિક માર્કેટને ફટકો પડી શકે છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદના કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદના કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે. માઉન્ટઆબનું નક્કીલેક છલકાતા સર્જાયા રમણીય દ્રશ્યો સર્જાયા છે. માઉન્ટઆબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ હવે તેઓ આ નજારો નહિ માણી શકે.  હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર હાલ પર્યટકોની ભીડ જામેલી છે. કોરોના સંક્રમણને લઈને લગભગ 4 મહિનાથી લોક થયેલું પર્યટન આ વિકેન્ડ અનલોક નજર આવી રહ્યું છે. જન્માષ્ટમીથી સતત માઉન્ટ આબુમાં મુસાફરોની આવનજાવન ચાલુ છે. તો ગત દિવસોમાં રીમઝીમ અને તેજ વરસાદથી અહીંનું મોસમ ચારે કળાએ ખીલ્યું છે. પહાડીઓમાંથી ઝરણાં વહી રહ્યાં છે. જેનો લ્હાવો અહી પહોંચી રહેલા મુસાફરો લઈ રહ્યાં છે. આ દરમિયાન નક્કી લેક, અચલગઢ, ગુરુશિખર અને દેલવાડા સહિત વિવિધ ક્ષેત્રોમાં પર્યટકોની દિવસભર ભીડ રહે છે. વાહન પાર્કિંગ અભાવે પણ મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈન લાગેલી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લ્યો બોલો! ચૂંટણી સભાઓ નેતાઓ કરે અને નિયમ ભંગનો દંડ શ્રોતાઓએ ભરવો પડશે