Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

અમદાવાદ: મોદી સ્ટેડિયમમાં મોદી વાડી ટી શર્ટમાં ક્રિકેટ જોવા પહોંચ્યા..

motera stadium ahmedabad
, ગુરુવાર, 4 માર્ચ 2021 (10:42 IST)
અમદાવાદ: ઇન્ડીયા ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યોજાઈ રહી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બીજી ટેસ્ટ સીરીઝ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદીઓમાં પણ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે જ લોકો મેચ જોવા પહોંચ્યા હતા ત્યારે અલગ અલગ ગ્રુપ અલગ અલગ પ્રકારના પોષક અને વેશ સાથે પહોંચ્યા હતા જ્યાં અમદાવાદનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીની પ્રિન્ટ વાડી ટી શર્ટ સાથે પહોંચ્યા હતા.
અસારવા વિસ્તારમાંથી રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મેચ જોવા પહોંચ્યા હતા.રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ થયું છે જેથી તેઓ આજે નરેન્દ્ર મોદીના પ્રિન્ટ વાડી ટી શર્ટ પહેરીને આવ્યા છે.અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે સરદાર પટેલની ટી શર્ટ પહેરીને પણ તેઓ આવતા હતા.તમામ લોકોએ સ્ટેડિયમ બહાર ભારત માતાકી જય અને નરેન્દ્ર મોદીની જયના નારા લગાવ્યા હતા અને બાદમાં સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE India vs England, 4th Test Day-1: અક્ષર પટેલે ઈગ્લેંડને આપ્યો ડબલ ઝટકો, સિબ્લી પછી જૈક ક્રૉઉલી પેવેલિયન ભેગો