Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધરાત્રે ખાવાના શોખીનો માટે ખુશ ખબરી, ફૂડ ડિલિવરીને મળશે છૂટ

મધરાત્રે ખાવાના શોખીનો માટે ખુશ ખબરી, ફૂડ ડિલિવરીને મળશે છૂટ
, મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (16:25 IST)
ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરેન્ટમાંથી ફૂડ ડિલીવરી કરી શકાશે અને તેના માટે પોલીસ અથવા અન્ય કોઇપણ અધિકારી અવરોધ ઉત્પન્ના કરી શકશે નહી. ગુજરાત હોટલ-રેસ્ટોરેન્ટ એસોશિએશનની માંગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને લીલીઝંડી આપી છે. આ નિર્ણય બાદ ખાવાના શોખીન ગુજરાતીઓ મોડી રાત્રે ખાવાનું શોખવા નિકળનાર પ્રોફેશનલન્સને રાહત મળશે. 
 
ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેના હસ્તાક્ષરથી સોમવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓગસ્ટથી રાત્રિ કરર્ફ્યૂં નથી. કંટેન્ટમેન્ટ ઝોન ઉપરાંત અન્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિશ્વિત પ્રવૃત્તિને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ અનુસાર હોટલ અને રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગહનતાથી વિચાર કર્યા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરેન્ટને ટેક અવે (પાર્સલ સર્વિસ) ઉપલબ્ધ કરાવવા માટે સીમા રાખવામાં ન આવે. 
 
આ નિર્ણયથી રાજ્યમાં હોટલ-રેસ્ટોરેન્ટ આખી રાત પોતાના ત્યાંથી ફૂડ ડિલીવરી કરી શકશે. આ પહેલાં મોડી રાત સુધી પાર્સલ સર્વિસ સંદર્ભમાં કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમદાવાદ જેવા શહેરોમાં હોટલ-રેસ્ટોરેન્ટ અને મોડી રાત્રે ખાવાનું શોધવા નિકળનાર ગ્રાહકને પોલીસ દ્વારા અસુવિધા થતી હતી. આ નિર્ણયથી ખાણી પીણી ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા રોજગારને પણ આંશિક રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસ અધિકારીઓ સાથી CMનો સંવાદ, પોલીસની કામગીરીના કર્યા વખાણ