Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mehsana News - મહેસાણાના ભટારીયા ગામે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો માટે અલગ રસોડુ રખાતા વિરોધ

Mehsana News
મહેસાણાઃ , સોમવાર, 15 મે 2023 (23:38 IST)
Mehsana News
ગામના સરપંચ દલિત હોવાથી તેમનું પણ જમવાનું અલગ રાખવામાં આવ્યું
ગામમાં તમામ સમાજની દીકરીઓને આમંત્રણ આપ્યું પણ દલિતોની દીકરીઓને ના બોલાવી
 
 
Mehsana News ભટારીયા ગામે મહાદેવજીના મંદિર તેમ જ ઉમિયા માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજના 120 સભ્યો માટે ગામની શાળામાં અલગથી જમવાની વ્યવસ્થા ઉભી કરવા બાબતે વિરોધ શરૂ થયો છે. દલિત સમાજે એક થઈને આ જમણવારનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આ બાબતે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. દલિત સમાજના એક પણ પરિવારે જમણવારમાં જવાનો નનૈયો ભણી દેતા કલાકો સુધી ચાલેલા આ પ્રસંગમાં આ જ મુદ્દો મુખ્ય ચર્ચાસ્પદ બન્યો હતો. બીજી બાજુ આ વિવાદને કારણે સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું હોવા છતાં અહીં આવવાનું ટાળ્યું હતું.
 
દલિતોની દીકરીઓને આમંત્રણ ના પાઠવ્યું
ગામનાં યુવાનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામની દીકરીઓને તેડાવવામાં આવી છે. ત્યારે દલિતોની દીકરીઓ શું ગામની નથી તેમને અહીં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી અને ગામનો વાળંદ દલિત સમાજના એક પણ વ્યક્તિના વાળ કાપતો નથી.દલિત સમાજના લોકો માટે અલગ જમવાની વ્યવસ્થા કરી છે તો શું કોઈએ જમવાનું જોયું નથી.ગામના સરપંચ વિજયાબેન પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, હું દલિત સમાજની છું અને ગામની સરપંચ છું છતાં પણ મને જમવાનું આમંત્રણ અલાયદું આપવામાં આવ્યું છે. જ્યાં મારા સમાજનો વિરોધ થતો હોય ત્યાં મારે ઊભું ન રહેવાય. હું મારા દલિત સમાજ સાથે છું. સરપંચે વધુમાં કહ્યું હતું કે, ગ્રામજનો દ્વારા દલિત પરિવારના 120 સભ્યો સાથે જે પણ વર્તન કરવામાં આવે છે તે હવે ચલાવી લેવાશે નહીં અને આ બાબતે અમે લડત આપીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

TAT પાસ ઉમેદવારો આનંદોઃ નવા શૈક્ષણિક વર્ષથી આ સ્કૂલોમાં ભરતી કરવા આદેશ થયો