Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકડાઉનમાં મધુભાન રિસોર્ટએ પુરૂ પાડ્યું ઉદાહરણ, બજાવી ઉદાહરણરૂપ કામગીરી

લોકડાઉનમાં મધુભાન રિસોર્ટએ પુરૂ પાડ્યું ઉદાહરણ, બજાવી ઉદાહરણરૂપ કામગીરી
, સોમવાર, 6 એપ્રિલ 2020 (11:44 IST)
કોરોના વાઇરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે 21 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા કેટલીક વિશિષ્ટ અને ઉદાહરણરૂપ પહેલ કરવામાં આવી છે. રિસોર્ટમાં કામ કરતાં આસપાસના વિસ્તારના લોકો તથા ઘરથી દૂર રહીને કામ કરતાં કર્મચારીઓને મૂશ્કેલીના આ સમયમાં કોઇપણ પ્રકારની અવગડનો સામનો ન કરવો પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી છે. તેમના ભોજન અને નાણાકીય જરૂરિયાતો સંબંધિત તમામ વ્યવસ્થા પણ કરાઇ છે.
webdunia
આ લોકડાઉનને અર્થસભર બનાવવા માટે રિસોર્ટના તમામ વિસ્તારોમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને વિરેક્સ 252નો નિયમિત છંટકાવ કરવામાં આવે છે, જેમાં કર્મચારીઓના વાહનો, ગોલ્ફ કાર્ટ્સ અને ઇ-રિક્ષા વગેરે પણ સામેલ છે. રિસોર્ટની તમામ કામગીરીમાં પર્સનલ હાઇજિન અને સેનિટેશન મહત્વપૂર્ણ હિસ્સો હોવા છતાં મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને તમામ કામદારો માટે પર્સનલ હાઇજિન અને સેનિટેશન અંગે વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથના સંપર્કમાં આવતાં રિસોર્ટના સરફેસ, નોબ્સ અને હેન્ડલની નિયમિત અંતરાલે સફાઇ કરવામાં આવે છે તથા કોરોનાની સ્થિતિમાં આ કામગીરી વધુ તીવ્ર કરાઇ છે.
 
આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના વાઇસ પ્રેસિડેન્ટ મનોહર એસ ગુરુંગે જણાવ્યું હતું કે, “કોઇપણ સંસ્થા માટે તેમના કર્મચારીઓ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને મધુભાન  રિસોર્ટ હંમેશાથી પીપલ ફર્સ્ટનો અભિગમ ધરાવે છે. આ લોકડાઉનની સ્થિતિમાં અમે અમારા કર્મચારીઓની પૂરતી કાળજી લઇ રહ્યાં છીએ, જેથી તેમને કોઇપણ સમસ્યા ન થાય અને તેઓ સુરક્ષિત રહે. ઘરથી દૂર રહીને કામ કરતાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તમામ સહયોગ કરવા માટે અમે કટીબદ્ધ છીએ.”
webdunia
“ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ માર્ગદર્શિકાઓનું અમે સખ્તાઇથી પાલન કરી રહ્યાં છીએ અને લોકડાઉનને કારણે રિસોર્ટમાં અટવાઇ ગયેલાં મહેમાનોને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ,” તેમ તેમણે ઉમેર્યું હતું. “આ ઉપરાંત અમે શ્રી સાંઇ બાબા જનસેવા ટ્રસ્ટ-આણંદ, જય જલારામ અન્નપૂર્ણા માનવ સેવા સમીતી-મોગરી અને રેલવે પોલીસ ફોર્સ-આણંદ રેલવે સ્ટેશન તથા અન્ય સ્થાનિક એનજીઓ સાથે જોડાણ કરીને રિસોર્ટની આસપાસ તેમજ આણંદના જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન પ્રદાન કરી રહ્યાં છીએ. અમે અત્યાર સુધીમાં 1000 જેટલાં લોકોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ કામગીરી જાળવી રાખીશું.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલામ છે કોરોના વોરીયર પોલિસ જવાનને: એક તરફ પુત્રજન્મની ખુશી, બીજી તરફ લોકડાઉનની વિકટ સ્થિતિમાં બજાવે છે ફરજ