મેયર કાર છોડી Aની બાઈક પર ભાગ્યા- સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 પુણા વિસ્તારને 2006થી કોર્પોરેશનમાં સમાવી લેવાયો છે, પરંતુ હજુ સુધી કેટલીક સોસાયટીઓની અંદર પ્રાથમિક સુવિધાઓને લઇને સમયાંતરે વિરોધ પ્રદર્શન થતાં રહે છે. કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધરણા આપતા આખરે મેયર હેમાલી બોઘાવાલાને પાછલા બારણે ભાગવાની ફરજ પડી હતી.
લોકોએ કહ્યું કે સુરત મહાનગરપાલિકામાં આવાં દૃશ્યો ખૂબ જ ઓછાં જોવા મળે છે. મેયર હેમાલી બોઘાવાલા પાછલા બારણેથી પોતાની ગાડી છોડીને બાઈક ઉપર ભાગવું પડ્યું હોય એ શરમજનક ઘટના છે.
કોર્પોરેશનમાં પુણા વિસ્તારના રહીશો દ્વારા મોરચો લઈ જવાયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા લોકોને એકત્રિત કરીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનના ગેટ ઉપર જ કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ મળ્યા ન હતા.