Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં ઈસ્કોન બ્રિજ જેવી ઘટના ટળી

રાજકોટમાં ઈસ્કોન બ્રિજ જેવી ઘટના ટળી
, મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (11:28 IST)
Rajkot news- અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં તથ્યકાંડવાળી થતાં સહેજમાં અટકી હતી.

જન્મદિવસ નિમિત્તે બીજાની કાર લઈને નીકળેલા નબીરાએ એક ફેરિયા સહિત 3 બાઈકને અડફેટે લેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
 
મળતી જાણકારી પ્રમાણે રાજકોટની સોમનાથ સોસાયટીમાં 18 વર્ષીય કેવલ રમેશભાઈ રાણોલિયા ઉમંગ નામના મિત્ર સાથે રાજુભાઇ હુંબલની સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો. ત્યારે કેવલ નામના શખસે પૂરપાટ ઝડપે સ્કોર્પિયો કાર દોડાવતાં 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો.

બાદમાં સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દીવાલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં શાકભાજીના ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ