Publish Date: Tue, 08 Aug 2023 (13:07 IST)
Updated Date: Tue, 08 Aug 2023 (13:09 IST)
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ
રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા . ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે તા.21 ઓગસ્ટથી ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે
તા.21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડીંગો એરલાઈન્સ નિયમિત ફલાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફલાઈટનું શેડયુલ જાહેર થઈ ગયું છે અને ટિકીટનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે.
આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ઈન્ડિગો એરલાઈન્સે શેડ્યૂલ જાહેર કર્યું, આ ફલાઈટનું વન-વે ભાડું રૂા.2800 છે.