Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભાની ચૂંટણી પહેલા સામૂહિક બદલી, ગુજરાતના 488 GST-ઇન્સ્પેકટરની બદલી,

GST inspector
, શનિવાર, 6 જાન્યુઆરી 2024 (18:51 IST)
- પ્રથમ વખત રાજ્યભરના 488 GST ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી
- લોકસભાની ચૂંટણી પૂર્વે GST કચેરીમાંથી સામૂહિક બદલીના હુકમ
- સૌથી વધુ બદલી વડી કચેરી અમદાવાદમાં

GST inspector

વર્ષ 2017માં ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલ GST કાયદાની અમલવારી બાદ પ્રથમ વખત રાજ્યભરના 488 GST ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં એકસાથે 27 વેરા નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કુલ 97 નિરીક્ષકોની જિલ્લા બહાર બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આજે કચેરીમાં બદલીના હુકમો ચર્ચાસ્પદ રહ્યા હતા.રાજ્યના મુખ્ય રાજ્યવેરા કમિશનર સમીર વકીલ દ્વારા સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ સહિત રાજ્યભરમાં 488 GST ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે GST કચેરીમાંથી સામૂહિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ બદલી વડી કચેરી અમદાવાદમાં કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ઉપરાંત ભાવનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, અમરેલી, વેરાવળ, ખંભાળીયા, સુરેન્દ્રનગર, સાવરકુંડલા સહિતના સ્થળે ફરજ બજાવતા વેરા નિરીક્ષકની બદલી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aditya L1 Mission Live: ISRO એ રચી દીધો ઈતિહાસ, સૂર્યની નજીક તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યો આદિત્ય L1