Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના માંજલપુરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા

jail
, બુધવાર, 1 નવેમ્બર 2023 (17:53 IST)
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી તોસીફ ઇમરાન ખાન (રહે. સાંઈદર્શન એપાર્ટમેન્ટ, ચિત્રકુટ સોસાયટી પાસે, માંજલપુર, વડોદરા)ની સામે ગત તારીખ 22 જુન 2019ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ તારીખ 20 જૂન 2019ના રોજ ફરિયાદી સગીર દીકરીને ફરિયાદીના કાયદેસરના વાલી પણામાંથી લગ્નની લાલચ આપી પોતાના પ્રેમજાળમાં ફસાવી ભોગ બનનાર સાથે બળાત્કાર કરી તથા શારીરિક છેડછાડ કરી તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર જરૂરી ખાનગી માહિતી પસાર કરી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. આ બાબતે માંજલપુર પોલીસ મથકમાં અપહરણ, છેડતી અને દુષ્કર્મ સહિત પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ગનામાં સંડોવાયેલા આરોપીની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં ગુનામાં સંડોવાયેલા આરોપી તોશીફખાન ઇમરાનખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલી મોટર સાઈકલ કબજે કરી હતી. સાથે ભોગ બનનાર સગીરાના નિવેદન લેવામાં આવ્યા હતા. આ સાથે જરૂરી પુરાવા પણ એકત્રિત કરી મેડિકલ પુરાવા અને એફ.એસ.એસ રિપોર્ટ બાદ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ કેસ અંગે કોર્ટમાં બંને પક્ષ તરફથી વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટમાં રજૂ કરેલા પુરાવા અને મહત્વના નિવેદનો તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ સ્પે. પોક્સો જજ અને ચોથા એડી. સેશન્સ કોર્ટના જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં કેસ ચાલી જતાં સેશન્સ કોર્ટે આરોપી તોશીફખાન પઠાણને દુષ્કર્મ, છેડતી, અપહણર અને પોક્સો હેઠળના ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 10 હજારના દંડનું ફરમાન કર્યું છે. અને જો આરોપી દંડની રકમ ન ભરે તો છ મહિનાની વધુ સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યા છે. આ સાથે ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખ વળતર પેટે ચુકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST દ્વારા ઓક્ટોબરમાં સરકારની રેકોર્ડ કમાણી, કલેક્શન 1.72 લાખ કરોડ પહોચ્યુ