Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતાને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

pragnesh patel chargesheet
, બુધવાર, 1 નવેમ્બર 2023 (14:50 IST)
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદથી કાર ચાલક તથ્ય પટેલ જેલના સળિયા પાછળ છે, તો અકસ્માત બાદ સ્થળ પર જઈને દાદાગીરી કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલમાં મોકલાયા હતા. લાંબા સમયથી જેલથી બંધ પ્રજ્ઞેશ પટેલના જામીન આખરે મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પ્રજ્ઞેશ પટેલને ગુજરાત છોડીને બહાર ન જવાની શરત પર જામીન આપવામાં આવ્યા છે. 104 દિવસ બાદ હવે પ્રજ્ઞેશ પટેલ જેલમાંથી બહાર આવશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન તેઓ લોકોને ધમકાવીને પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ODI WC 2023 Semi Final Scenario : પાકિસ્તાનના સેમીફાઈનલમાં જવાના આ છે સીધા સમીકરણ, આ ટીમોએ કરવી પડશે મદદ