Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

રાજકોટના ઉદ્યોગપતિનો આપઘાત- રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદ્રુપે તેમના ઑફિસમાં આપઘાત કરી લીધુ

mahendra faldu suicide news
, બુધવાર, 2 માર્ચ 2022 (14:57 IST)
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદ્રુપે તેમના ઑફિસમાં આપઘાત કરી લીધુ છે. મહેન્દ્ર ફળદુ રાજકોટના જાણેતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન હતા. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
 
મહેન્દ્ર ફળદ્રુપે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.
 
મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત બજેટનું લાઇવ કવરેજ ઇચ્છે છે કોંગ્રેસ, જાણો ભાજપ સરકારે કેમ કરી મનાઇ