Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત અને જૂનાગઢમાં દલિતોનું વિરોધ પ્રદર્શન

સુરત અને જૂનાગઢમાં દલિતોનું વિરોધ પ્રદર્શન
, ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (13:08 IST)
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસાની આગની જ્વાળાઓ સુરત સુધી પહોંચી ગઈ છે. મુંબઇ, ઔરંગાબાદ અને અહમદનગર સહિતનાં શહેરો બાદ સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન કલેક્ટર કચેરી બહાર રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરતા ભારે ટ્રાફિકજામ સર્જાયો.
webdunia

મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેને કારણે દલિત સંગઠનોએ મંગળવારથી મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ એક માલગાડીને અટકાવી હતી. ત્યારબાદ આજે ફરી દલિત સંગઠનોએ રિંગ રોડ આંબેડકર પ્રિતમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટર કચેરી બહાર લોકો રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરી હતી. અને મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ કરી હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી.
webdunia

દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા.જૂનાગઢના વંથલીમાં દલિતોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. 20 મિનિટથી વધારે સમય સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. તો જૂનાગઢમાં પણ રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ ચક્કાજામ કર્યો હતો.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીએમ રૂપાણીના હસ્તે ગાંધીનગરમાં અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો પ્રારંભ