Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

MP: રામાયણ એક્સપ્રેસમાં વેટરોને ભગવા વસ્ત્ર પહેરાવતા બબાલ, સંતોએ રેલ મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની આપી ધમકી

MP: રામાયણ એક્સપ્રેસમાં વેટરોને ભગવા વસ્ત્ર પહેરાવતા બબાલ, સંતોએ રેલ મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની આપી ધમકી
, સોમવાર, 22 નવેમ્બર 2021 (15:04 IST)
તાજેતરમાં જ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ રામાયણ સર્કિટ ટ્રેન (Ramayana Express)ને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો. વિવાદને લઈને ઉજ્જેનમાં રહેનારા સંતો (Ujjain Akhara Parishad) એ મોટો વાંધો ઉઠાવ્યો છે. સંતોએ રેલ મંત્રીને પત્ર લખીને વિરોધ પણ નોંધાવ્યો છે. સંતોએ પત્રમાં સખત નારાજગી દર્શાવી છે. સંતોએ રેલ મંત્રીને પત્ર લખીને વિરોધ પણ નોંધાવ્યો છે. સંતોએ પત્રમાં 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારી આગામી ટ્રેનને રોકવાની વાત કરી છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

 
અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી ભારતી રેલવેએ IRCTCના માધ્યમથી રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓને જમણવાર ટ્રેનમાં જ સર્વ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલમાં કેટલાક લોકો સધુની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે.  આ લોકો ટ્રેનમાં પીરસી રહ્યા છે. જેને લઈને દાવો કરવામા આવી રહ્યોછે કે આ રામાયણ સર્કિટ ટ્રેનના વેઈટર છે. જે આ લુકમાં મુસાફરોને ખાવા પીવાનુ સર્વ કરે છે. સંતોએ આ વીડિયોમાં દેખાય રહેલા વેટરોની વેશ ભૂષા પર સવાલ ઉભો કર્યો છે. 
 
રેલ મંત્રીને લખ્યો પત્ર, 13 ડિસેમ્બરે ટ્રેન રોકવાની આપી ચેતાવણી 
 
ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશ પુરીએ આપત્તિ બતાવતા કહ્યુ કે સંતોની વેશભૂષા વેટરોને પહેરાવી છે જે સાધુ સમાજનુ અપમાન છે.  ટૂંક સમયમાં જ તેની વેશભૂષામા ફેરફાર કરો ન હી તો 12 ડિસેમ્બરે નીકળનારી ટ્રેનનો સંત સમાજ વિરોધ પ્રદર્શન કરશે અને ટ્રેન સામે હજારો હિન્દુઓને લઈ પ્રદર્શન કરશે. અવધેશ પુરીએ જણાવ્યુ કે વીડિયો સામે આવ્યા પછી મે રેલ મંત્રીને પત્ર લખ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શોએબ અખ્તર હવે ક્યારેય દોડી નહી શકે ! મેલબર્નમાં થનારુ મોટુ ઓપરેશન બનશે કારણ