Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં કોન્સ્ટેબલની દાદાગીરી- મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા એક તબક્કે ચોધાર આંસુએ રડી પડી

રાજકોટમાં કોન્સ્ટેબલની દાદાગીરી-  મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા એક તબક્કે ચોધાર આંસુએ રડી પડી
, સોમવાર, 22 નવેમ્બર 2021 (13:46 IST)
રાજ્યના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડતા વ્યક્તિન કોઈ ગુનેગાર નહી તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિક કર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે. 
 
રાજકોટમાં મહિલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિક કર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે. ગઈકાલે અમદાવાદની ચાર મહિલાઓએ અનુભવ કરી લીધો હતો.જ્યાં મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈ-કાર્ડ માગ્યું તો કોન્સ્ટેબલે રોષે ભરાઈને મહિલાઓની કાર ઠુકરાવી હતી. પરીણામે મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા એક તબક્કે ચોધાર આંસુએ રડી પણ પડી હતી.
 
 રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ કે જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે, તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માંગતા જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકુટ થઈ હતી
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિએ પત્ની માટે બનાવી દીધુ તાજમહેલ જેવુ ઘર, 3 વર્ષમાં બનીને તૈયાર થઈ પ્રેમની નિશાની