Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસના દિગ્ગજ નેતા માઘવ સિંહ સોલંકીનુ નિઘન, 4 વાર રહી ચુક્યા છે ગુજરાતના CM

કોંગ્રેસના દિગ્ગજ  નેતા માઘવ સિંહ સોલંકીનુ નિઘન, 4 વાર રહી ચુક્યા છે ગુજરાતના CM
, શનિવાર, 9 જાન્યુઆરી 2021 (08:49 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માઘવ સિંહ સોલંકીનુ નિઘન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકી કોંગ્રેસના મોટા નેતા હતા અને તેઓ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી  રહી ચુક્યા છે. શનિવારે 94 વર્ષની આયુમા તેમનુ નિધન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેમનો જન્મ એક કોળી પરિવારમાં થયો હતો. સોલંકી કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવતા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહી ચુક્યા હતા. 

ગુજરાતના રાજકારણ અને જાતિના સમીકરણોનો ઉપયોગ કરીને સત્તા પર આવેલા માધવસિંહ સોલંકીને KHAM  થિયરીનો જનક માનવામાં આવે છે. KHAM  એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. 1980 ના દાયકામાં, તેમણે આ ચાર વર્ગોને એક સાથે જોડ્યા અને ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા. માધવસિંહ સોલંકીના આ સમીકરણે ગુજરાતની અગડી જાતિને ઘણા વર્ષો સુધી સત્તામાંથી બાકાત રાખી દીધી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગેલ ઈચ્છે છે કે ક્રિકેટના ટી 10 ફોર્મેટને ઓલિમ્પિકમાં શામેલ કરવામાં આવે