Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ લાઈન દર્દીઓ માટેની નહીં પણ મૃતદેહો લઈ જવા માટેની છેઃ અમદાવાદ સિવિલ બહાર સ્વજનો મૃતદેહ લેવા કલાકોથી રાહ જોઈ રહ્યા છે

આ લાઈન દર્દીઓ માટેની નહીં પણ મૃતદેહો લઈ જવા માટેની છેઃ અમદાવાદ સિવિલ બહાર સ્વજનો મૃતદેહ લેવા કલાકોથી રાહ જોઈ રહ્યા છે
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (12:53 IST)
કોરોનાને કારણે શહેરની સ્થિતિ રોજ રોજ દયનીય બનતી જઇ રહી છે. લોકો ભગવાન ભરોસે છે એવું હાઇકોર્ટે કહ્યું છે. એવી ખરેખર સ્થિતિ અમદાવાદની સામે આવી રહી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે તો લાંબી લાઈનો હોય છે, પણ એની સાથે હવે લાશ લેવા માટે પણ લાંબી લાઈન લાગી છે. સોમવારે સ્વજનનું મૃત્યુ થયું પણ મંગળવારે હજી તેમને લાશ મળી નથી.આ ભયાવહ દૃશ્યો હવે જોઈને ભલભલા ફફડી ઊઠ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ દર્દીને ઝડપથી સારવાર મળે અને તેમની સારવાર થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે, પણ હવે સારવારની સાથે મૃતકોની લાશ મેળવવા માટે પણ લાંબી લાઈન છે. એકસાથે લાઈનમાં ડેડબોડી વાન ઊભી છે. દરેક પોતાના સ્વજનોના મૃતદેહને એકવાર જોવા માટે લાઇનમાં છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોવિડ ડેડબોડી રૂમની ભયાવહ સ્થિતિ સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિના સ્વજનનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું,જેની જાણ તેમને સોમવારે થઈ હતી, પરંતુ મંગળવારે પણ તેમની લાશ હજી સુધી મળી નથી. આવા અનેક પરિવાર પોતાનાં સ્વજનની મૃતદેહ મળે અને તેમની અંતિમવિધિ થાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે. મૃતકના જમાઈ દ્વારા હોસ્પિટલમાં પૂછવા પર જવાબ મળ્યો- નક્કી નથી, સ્મશાનમાં અત્યારે વેઈટિંગ છે, તમારે રાહ જોવી પડશે. હાલ આ સ્થિતિ ખૂબ જ ભયજનક છે, જે સામાન્ય લોકોને હચમચાવી દે એવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

vi અને Airtel નો આ પ્લાન કરાવશે 900 રૂપિયાનો ફાયદો સાથે મળશે 75 Gb