Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સંકટમાં કોંગ્રેસ આવી મદદે, નાગરિકો માટે લોન્ચ કરી મોબાઈલ એપ

કોરોના સંકટમાં કોંગ્રેસ આવી મદદે, નાગરિકો માટે લોન્ચ કરી મોબાઈલ એપ
, ગુરુવાર, 14 મે 2020 (17:36 IST)
કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસે ઈ જનમિત્ર મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન કોવિડ હેલ્પલાઇન તરીકે કાર્ય કરશે. આ વર્ચ્યુઅલ ચેટબોટ ગ્રાહક સાથે સીધી વાત કરશે.  જેમા નાગરિકોની કોવિડ 19 અંગેની સમસ્યાઓનું સમાધાન કરશે. તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે દેશ અને દુનિયા સ્થિતિ ગંભીર છે. ગુજરાતની સ્થિતિ કોરોના કારણે અન્ય રાજ્યો કરતાં વધારે ખરાબ છે. કોંગ્રેસે કોરોના માટે સરકારે લીધેલા પગલામાં ખભેખભા મિળાવી સહયોગ આપ્યો છે. કોગ્રેસના નેતાઓએ કોરોનામાં બલિદાન પણ આપ્યા છે. સરકારમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે રચનાત્મક વિપક્ષ તરીકે કોરોના સામે લડવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવ્યું છે. કોંગ્રેસે કોવિડ-19 હેલ્પલાઇનની શરૂઆત કરી છે. આ વેબ એપ્લિકેશનના પ્લેટફોર્મ પર લોકો કોરોનાને તમામ પ્રકારની સુવિધા માટે નાંધણી કરવામાં આવશે. ગુજરાતી અને હિન્દી ભાષામાં આ વેબ અપ્લિકેશન ઉપલબ્ધ થશે. કોવિડ-19 હેલ્પ લાઇનને અમિત ચાવડાએ ખુલ્લી જાહેર કરી છે. સરકારે 45 દિવસના લોકડાઉન બાદ જાહેર કર્યું કે આ લાંબી લડાઈ છે અને કોરોના સાથે જીવતા શીખવું પડશે. આ ડીજીટલ પ્લેટફોર્મ પર લોકો પોતાની મુશ્કેલીઓની નોધણી કરાવી શકશે. ખેતી-ધંધા, રોજગાર, હોસ્પિટલ દવા જેવી તકલીફોની નોંધ કરાવી શકશે. બીજા રાજ્ય કે જિલ્લામાં જવું હોય તેની નોધણી કરાવી શકશે. કોંગ્રેસ પાસે જે ડેટા આવશે, એ જિલ્લા અને તાલુકા પ્રમાણને બાયફરગેટ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા સ્તરના પ્રશ્ને તે સ્તરે સોલ્વ કરાશે અને રાજ્ય કક્ષાના પ્રશ્નોની સરકારને રજુઆત કરી તેનો ઉકેલ લાવી આપવામાં આવશે. જરૂરિયાતમંદને ભાડુ, રાશન અન્ય રાજ્યનાં જવાની કે અન્ય જિલ્લામાં જવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતોના ટેકાના ભાવના પ્રશ્નો, પાક લોનના પ્રશ્નો દર્દીને હોસ્પિટલમાં સારવાર ન મળતી હોવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનાં પ્રયત્ન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની આ એપ્લિકેશનમાં ક્યાંય રાજકારણ નથી. સરકારના નિર્ણયની સાથે કોંગ્રેસ ઉભી છે. કોંગ્રેસે રચનાત્મક વિપક્ષ તરીકેનું કાર્ય કર્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ રસોડા ચલાવીને લોકોની મદદ કરી છે. કોગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોરોનાનો ભાગ પણ બન્યા છે. ભાજપાના નેતાઓ ઘરમાં જ બેસ્યા છે. માત્ર ત્રણ કે ચાર અધિકારીઓ સરકાર ચલાવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતની સરકાર પાસે કોરોનાને નાથવા માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો સમય હતો. જોકે ભાજપ સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને કોગ્રેસના ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત હતી. કોંગ્રેસે ટેસ્ટ વધારવાની માંગ કરી છે. જોકે સરકાર ગાઇડલાઇન્સ ચેન્જ કરી લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી રિકવર દર્દીઓનો આંકડો ઉંચો બતાવવાનો પ્રયાસ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત, 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વ્યાજે મળશે