Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત, મૃત્યુદર 6.71 ટકા : 13 દિવસમાં જ 326 મોત

અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત, મૃત્યુદર 6.71 ટકા : 13 દિવસમાં જ 326 મોત
, ગુરુવાર, 14 મે 2020 (15:42 IST)
અમદાવાદમાં 13મીએ કોરોનાથી વધુ 25 મોત નોંધાયા છે અને આ સાથે માત્ર અમદાવાદમાં મૃત્યુનો આંકડો 446 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત થઈ રહ્યા છે. શહેરમાં હાલ મૃત્યુદર 6.71 ટકા પર પહોંચ્યો છે. 1લી મેથી લઈને આજ સુધીમાં 13 દિવસમાં જ 326 મોત થઈ ચુક્યા છે. આજે ગુજરાતમાં વધુ 29 મોત થયા છે અને કોરોનાથી મૃત્યુ થવાની શરૂઆત બાદ ગુજરાતમાં ચોથી વાર એક સાથે એક જ દિવસમાં 29 મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર વધીને 6.10 ટકા થયો છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત 22 માર્ચે થયા બાદ 40 દિવસમાં 214 મોત ગુજરાતમાં થયા હતા જ્યારે 1લીમેથી 13 મે સુધીના છેલ્લા 13 દિવસમાં જ રાજ્યમાં 352 મોતા થયા છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. લોકડાઉન છતાં પણ અમદાવાદમાં રોજના 250થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છે તેમજ મૃત્યુની સંખ્યા પણ ઓછી થતી નથી. અમદાવાદમાં સરેરાશ રોજના 25 મોત થઈ રહ્યા છે. 2જી એપ્રિલથી અમદાવાદમાં રોજના 20 કે તેથી વધુ મોત થઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 13 દિવસમાં જ અમદાવાદમાં 326 મોત થયા છે. મહત્વનું છે કે એક બાજુ જ્યાં સમગ્ર રાજ્યમાં 6.10 ટકા મૃત્યુ દર છે ત્યારે અમદાવાદમાં 6.71 ટકા મૃત્યુદર દર છે.  દેશમાં પાંચ હજારથી વધુ કેસ ધરાવતા મુખ્ય મોટા શહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ 6.71 ટકા મૃત્યુદર છે.દેશમાં મોટા શહેરોમાં સૌથી વધુ કેસ 14947 કેસ મુંબઈમા છે ત્યારે તેની સામે મોત 556 છે. અમદાવાદમાં 6645 કેસ સામે કુલ મૃત્યુનો આંકડો 446 છે જે ખૂબ જ ગંભીર ગણી શકાય.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અન્ય રાજ્યોમાંથી પરમિશન લઈને ગુજરાત આવેલા 60 પૈકી 12 તબલીગીઓ પોઝિટિવ