રાજ્યસભાની ત્રણ બેઠકો માટે થયેલી ચૂંટણીનું મોડીરાત્રે મતગણતરી બાદ કોંગ્રેસના અહેમદભાઈ પટેલ,અને ભાજપના અમિતભાઇ શાહ તથા સ્મૃતિ ઈરાનીનો વિજય થયો છે જયારે ભાજપના બલવંતસિંહ રાજપૂતનો ઘોર પરાજય થયો છે સત્તાવાર જાહેરાતમુજબ ચાર ઉમેદવારો પૈકી બલવંતસિંહ રાજપૂતનો પરાજય થયો છે
રાજયસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપના અથાગ પ્રયાસ છતાં કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને 44 મત મળ્યા છે. સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં એહમદભાઇના વિજયની રાત્રે પોણા બે વાગે જાહેરાત થતા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ ઝૂમી ઉઠયા હતા અને કોંગ્રેસ ઝિંદાબાદના નારાથી સ્વર્ણિમ સંકુલ ગજાવી દેવાયું હતું. આ સાથે જ ભાજપના અમિત શાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપુતને 38 મત મળતા તેમનો પરાજય થયો હતો.
આ અગાઉ કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોએ પોતાનો મત ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહને બતાવતા કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કરી સમગ્ર બાબત છેક દિલ્હી ચૂંટણીપંચ સુધી પહોંચાડી હતી. મોડી રાત્રે પંચે આ બે મત રદ ગણી મતગણતરીનો આદેશ આપ્યો હતો. જો કે ભાજપે પંચના નિર્ણયનો વિરોધ કરીને તેમણે ઉઠાવેલા વાંધાનો નિકાલ નહીં આવ્યો હોવાનું જણાવી મતગણતરી અટકાવી રાખી હતી.
- બીજેપીએ વોટોની ગણતરી રોકાવી - અર્જુન મોઢવાડિયા
- કોગ્રેસના બે બાગી નેતાઓના વોટ રદ્દ
- 30 થી 40 મિનિટમાં આવશે પરિણામ
- હાલ મતની ગણતરી ચાલી રહી છે, કોંગ્રેસના બે ધારાસભ્યોના મત રદ્દ થતાં અહેમદ પટેલને જીતની આશા બંધાઈ છે.
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી પંચના નિર્ણયને દુઃખદ ગણાવ્યો હતો અને કાયદાકીય પગલાં લેવાની વાત કરી હતી.
- ચૂંટણી પંચએ કોગ્રેસના પક્ષમા લીધો નિર્ણય, બન્ને વિધાય઼કોના વોટ રદ્દ થશે
- અમિતભાઇ -વિજયભાઈ અને નીતિનભાઈ પટેલ મતગણતરી સ્થળે પહોંચ્યા
- - ચૂંટણી પંચએ મત ગણતરી શરૂ કરવાનો આદેશ આપી દીધો
- ચૂંટણી પંચ ગમે તે ઘડીએ મત ગણતરી શરૂ કરવાનો આદેશ આપી રહેલ છે
ગુજરાતમાં જનતાદળ યુ ના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને પક્ષનો વહીપ નહિ પહોંચાડવા માટે જનતાદળ યુ એ ગુજરાતના પક્ષના મહામંત્રી અરુહં શ્રીવાસ્તવને પક્ષમાંથી હાંકી કાઢ્યા