Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - જુઓ અનોખી બેંક - સ્ટેટ બેંક ઑફ ટોમેટો

Video - જુઓ અનોખી બેંક - સ્ટેટ બેંક ઑફ ટોમેટો
, મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (17:00 IST)
જી હા ટામેટાના વધતા ભાવને કારણે હવે ટામેટા બેંકના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે.. જેને લઈને વિપક્ષ પણ સરકાર પર સતત નિશાન સાધી રહ્યુ છે.. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક સમાચાર મુજબ ટામેટાના ભાવ વધવાના વિરોધમાં કોંગ્રેસે એક અનોખો પ્રયાસ અપનાવ્યો છે..  કોંગ્રેસે લખનૌમાં સ્ટેટ બેંક ઓફ ટામેટા નામથી એક બેંક ખોલી છે. જેમા સામાન્ય જનતા ટામેટાને જમા અને તેને ફિક્સ ડિપોઝીટ કરાવી શકે છે. 
 
એક કિલો ટામેટા જમા કરાવતા આ બેંક છ મહિનામાં તેને બમણા કરી દેશે..  મતલબ ગ્રાહકને બે કિલો ટામેટા આપવામાં આવશે.  આ બેંકમાં ટામેટાને જમા કરાવવા માટે લોકરની પણ વ્યવસ્થા છે.. 
 
કોંગ્રેસના આ અનોખા વિરોધ પ્રદર્શનમાં સામાન્ય લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ટામેટા બેંકમાં જમા કરાવ્યા..  સ્ટેટ બેંક ઓફ ટામેટામાં આકર્ષક સુવિદ્યાઓ પણ મળી રહી છે.. જેમા ટામેટા લોકર, ટામેટા પર 80 ટકા લોનની સુવિદ્યા અને ગરીબો માટે ટામેટા જમા કરાવતા તેના પર આકર્ષક વ્યાજ આપવાનો પણ સમાવેશ છે. 
 
મિત્રો આપ જાણતા જ હશો કે આજની તારીખમાં છેલ્લા એક મહિનાથી 20 રૂપિયે કિલો મળનારા ટામેટા 100 રૂપિયે કિલો વેચાય રહ્યા છે. આ માટે કોંગ્રેસ કેન્દ્ર સરકારને જવાબદાર માની રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યસભાની ચૂંટણી બાદનું ગણિત શું કહે છે, 5 વાગે શરૂ થશે કાઉન્ટિંગ થ્રિલર