Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ફરી ટેસ્ટીંગ ડોમમાં લાગી લાઇનો, શરદી, ખાંસી સામાન્ય તાવના કેસ વધ્યા

અમદાવાદમાં ફરી ટેસ્ટીંગ ડોમમાં લાગી લાઇનો, શરદી, ખાંસી સામાન્ય તાવના કેસ વધ્યા
, સોમવાર, 17 જાન્યુઆરી 2022 (13:04 IST)
ફરી એકવાર રાજ્યમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. હાલ રાજ્યમાં દરરોજ 10 હજારની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાનીગાઈડલાઈનનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું રહ્યું છે. જોકે તહેવારની ઉજવણીમાં લોકો આવીગાઈડલાઈનના ધજાગરા ઉડાયા હતા.
 
જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવવાની સંભાવના છે. અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારના બીજા દિવસથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાઈનો લાગી હતી. આખો દિવસ ટેસ્ટિંગ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. જેથી કોરોનાના કેસમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
 
લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જલોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જાેઇએ નહીં.
 
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બેદિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથીઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતતઘટાડો નોંધાયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે  અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ લક્ષણના કેસો વધ્યા છે. દર્દીઓ વાયરલના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલોમાં આવી રહ્યા છે.
 
લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ કોરોનામાં પણ લક્ષણો હોવાથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ લાઈનો લાગી રહી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં અનેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.
 
વાયરલના કેસો વધવા અંગે જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગએ કહ્યું કે, શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવે એટલે સૌએ તજજ્ઞ તબીબની સલાહ લેવી જાેઈએ. અત્યારે જે રીતે કોરોનાના કેસો વધ્યા છે એ જાેતાં વાયરલના લક્ષણો હોય એટલે કોરોના હોવાની શક્યતા વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી