Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાહેરમાં થૂંકનારાઓના ખિસ્સા ખંખેર્યા, કરી અધધ...દંડની વસુલાત

જાહેરમાં થૂંકનારાઓના ખિસ્સા ખંખેર્યા, કરી અધધ...દંડની વસુલાત
અમદાવાદ: , બુધવાર, 18 માર્ચ 2020 (11:56 IST)
કોરોના વાયરસને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ રોગ અંગે એપિડેમિક એક્ટ ૧૮૯૭ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં થૂકવા ઉપર પ્રતિબંધ લાદી દીદા બાદ એક દિવસમાં જાહેરમાં થુકવા બદલ રાજ્યમાં રૂ.૭૨૫૮૭૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 
 
બિમારીઓ હોય તેવી વ્યક્તિને  વિશેષ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ બંદરો ખાતે પણ કોરોના વાયરસ અંગે સ્ક્રિનિંગ થઇ રહી છે. કુલ ૮૦ શીપમાં ૨૭૮૦ મુસાફરોનું સ્ક્રિનિંગ થયું છે. રાજ્યમાં ૩૨૮૦ મુસાફરો કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે
 
જે પૈકી ૧૨૮૨ લોકોએ ૨૮ દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત તમામ મુસાફરોની તબિયત સંપૂર્ણપણે સુધારા ઉપર છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં કોરોરોન્ટાઇન ફેસિલિટિની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. દેશમાંથી આવતા અન્ય પ્રવાસીઓની પણ ચકાસણી થઇ રહી છે. આઈસોલેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. કોરોના વાયરસ રોગની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં   પણ અધિકૃત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૨૭ હોસ્પિટલોને  કોરોના વાયરસની સારવાર કરવા અધિકૃત કરવામાં આવ્યા છે. ૬૭૩ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

YES BANK - આજથી ફરીથી મળવી શરૂ થશે બેંકની બધી સુવિદ્યાઓ, SBI 3 વર્ષ સુધી એક પણ શેયર નહી વેચે