22 ઓક્ટોબરના રોજ આબુરોડમાં ગરબાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કિંજલ દવે મુખ્ય ગાયિકા હતી. મોટી સંખ્યામાં માનવમહેરાણ કિંજલ દવેને સાંભળવા પહોંચ્યું હતું. ત્યારે આ દરમિયાન મંજૂરી વગર જ ગરબાનો કાર્યક્રમ લંબાવતા ફરિયાદ દાખલ કરાઇ હતી. મળતી માહિતી પ્રમાણે, આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 22 ઓક્ટોબરે ગરબાના પ્રોગ્રામ દરમિયાન મંજૂરી વગર જ કાર્યક્રમ લંબાવ્યો હતો. તો આ ગરબા કાર્યક્રમ દરમિયાન પાસ ધારક લોકોએ હોબાળો પણ કર્યો હતો. જેને લઈને કિંજલ દવે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 22મી ઓક્ટોબરે આબુની એક ખાનગી રિસોર્ટ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં કિંજલ દવે ગરબા ગાવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક યુવાનો સ્ટેજ પર ચઢીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરતી તેમજ પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ થયો હતો . હવે આ કેસમાં કિંજલ દવે ભરાઈ છે. પોલીસે આ હોબાળા બાદ તેની સામે પણ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.