Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબા સમયે પાર્ટીપ્લોટમાં સીડી ફેંકવાના મામલે Red FMની RJ દેવકી સહિત 4ની ધરપકડ

ગરબા સમયે પાર્ટીપ્લોટમાં સીડી ફેંકવાના મામલે Red FMની RJ દેવકી સહિત 4ની ધરપકડ
, મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (13:09 IST)
શહેરના સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 12 ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને ચાર વર્ષનો દીકરા અર્થ ત્યાં ગરબા રમવા ગયા હતાં. આશરે રાતના 11.30 વાગ્યે તમામ આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા. તે લોકોએ તેમની સીડીના પ્રમોશન માટે સ્ટેજ પરથી સીડીઓ ફેંકતા હતાં.
ફેંકવામાં આવેલી સીડીમાંથી એક સીડી અર્થ નામના બાળકને આંખની નીચે વાગી હતી. આ અંગે ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કલ્પેશ પટેલે સોમવારે બપોરે 3.10 વાગ્યે ચારેય આરજેની ધરપકડ કરી હતી. તેમને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં 1`રાખ‌વામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરી હતી. ઘટના સમયે ધ્રુમિલ ગુજરાતમાં હાજર નહીં હોવાથી તેને પોલીસે ક્લીનચીટ આપી છે, તેમ જ બેદરકારી અને મદદગારીની કલમો પણ ઉમેરી છે. આ અંગેની ફરિયાદ પિતા ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સોમવારે બપોરે આ લોકોની ધરપકડ કરી હતી. તેમને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં રાખ‌વામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું પોલીસ અને ભાજપના કાર્યકરોને કાયદો નથી નડતો સામાન્ય માણસ જ કેમ દંડાય છે ?