Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેસર કેરીની સિઝન પુરી થવા આવી, બોક્સે 350 સુધી ઘટ્યા; વિવિધ જાતની કેરીના છૂટક ભાવમાં ઘટાડો

mango
, સોમવાર, 6 જૂન 2022 (11:13 IST)
કેરીની સિઝન આ વર્ષે વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂર થવાનો સમય નજીક આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન તો ઓછું રહ્યું હતું.

કેરીના બોક્સ દીઠ રૂ. 250થી 350નો ઘટાડો થયો છે. જેના કારણે છૂટક બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.450થી 1200 સુધી થઈ ગયો છે અને ભાવ હજુ ઘટી રહ્યા છે.તાલાલા તરફની સિઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહિવત મળતી હશે. કેસર કરી માટે તલાલા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે.નરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખએ જણાવ્યું હતું કે, કેસર કેરીની સિઝન પૂરી થવા આવી હોવાથી હોલસેલ ભાવમાં રૂ.300 જેટલો ઘટાડો થયો છે. જેની અસર છૂટક બજારમાં બોકસ દીઠ રૂ.250થી 350 સુધી જોવા મળી છે. કેરીના ભાવ ઊંચા છે છતાં અગાઉના વર્ષો જેવા સ્વાદ ન મળતા આ વર્ષે કેરીની માગ પણ ઓછી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલ બાદ વધુ 4 કોંગી નેતાઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે