Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક પાણીની આવક

કડાણા જળાશયમાં ઉપરવાસમાં  વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક પાણીની આવક
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (10:50 IST)
ક્ડાણા જળાશયમાંઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ  રહ્યો છે.રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક સહિત ડેમમાં કુલ ૩૪,૭૮૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.કડાણા બંધનું આજે ચાર વાગ્યા સુધીનું લેવલ ૪૧૮.૦૧ ફુટ થયું છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે.જેથી જળાશય ૯૭.૭૧ ટકાથી વધુ ભરાયું છે.
 
હાલમાં ડેમમાંથી પાવર હાઉસના ૩ યુનિટ મારફત ૧૫૯૦૦ ક્યુસેક,  કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેરમાં ૧૦૦ ક્યુસેક, સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ મારફત ૫૦૦ ક્યુસેક અને વધારાના છલતી બંધ મારફત બે દરવાજા ચાર ફૂટ ખોલી ૧૩,૪૦૦ ક્યુસેક સહિત કુલ ૨૯,૯૦૦  ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમમાં પાણીનો કુલ જથ્થો ૪૩,૧૧૦ એમ.સી.એફ.ટી છે.કડાણા જળાશય ભરાતા મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Alert! રાજ્યમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 100 ડેમ હાઇ એલર્ટ પર