Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યાના અપરાધમાં 6 આરોપીની ધરપકડ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યાના અપરાધમાં 6 આરોપીની ધરપકડ
, શનિવાર, 5 જૂન 2021 (21:33 IST)
ગુજરાતના જૂનાગઢમાં ભર બપોરે કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરવાના આરોપમાં 6 ની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના ભાઈને હત્યાનુ ષડયંત્ર રચવઆમાં બીજેપી મહિલા કોર્પોરેટર અને તેના પતિ, સસરા સહિત 20થી વધુ લોકોના સામેલ હોવાની આશંકા પણ બતાવી છે. 
 
2 જૂન બપોરે લગભગ 12 વાગે જૂનાગઢ આઈજી બંગલાની પાછળ જ તક્ષશિલા હોસ્ટેલની પાસે જ ધર્મેશ પરમારની કેટલાક લોકોએ તલવાર, કુહાડી અને છરીથી નિર્દયાથી હત્યા કરી નાખી. 
 
50 વર્ષનો ધર્મેશ જે જૂનાગઢના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર હતા. હત્યાના દરમિયાન જ પહોંચેલા ધર્મેશના ભાઈ રાવણે આંખો દેખી ઘટનાના આધાર પર ફરિયાદમાં 20 નામ નોંધાવ્યા જેમા જૂનાગઢ બીજેપીના શહેર ઉપપ્રમુખ અશોક ભટ્ટ, કોર્પોરેટર બ્રિજેશા સોલંકી અને તેમના પતિ સંજય સોલંકી, સંજય બાડિયા, કમલેશ મચ્છર સહિત 20 નામોને લઈને ફરિયાદ નોંધાવવા માંગતો હતો. 
 
દલિત નેતા જિગ્નેશ મેવાનીએ જૂનાગઢ પહોંચીને પરમાર ફેમિલીને ન્યાય આપવાની વાતથી પોલીસ પર દબાણ વધ્યુ અને 24 કલાક પછી પોલીસે ફરિયાદ નોંધી.  અનેક બીજેપી નેતાના નામ સામેલ હોવાને કારણે પોલિટિકલ દબાણને કારણે પોલીસ ફરિયાદ નોંધવામાં મોડુ કરવાનો આરોપ મૃતકના ભાઈએ લગાવ્યો. 
 
પોલીસે આ દરમિયાન સીસીટીવીની મદદથી 6 લોકોની ધરપકડ કરી જેમાથી 3 રાજકોટથી, 2 જૂનાગઢથી અને સંજય સોલંકી જે મુખ્ય આરોપી છે, તેની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી. ઘટનાસ્થળ પરથી હત્યાના હથિયાર પણ મળ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નની ના પાડી તો યુવતી સાથે રેપ, જન્મદિવસ પર અશ્લીલ વીડિયો કર્યો વાયરલ