Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 જી પર જૂહી ચાલવાની અરજી નામંજૂર, હાઈકોર્ટએ અરજી માટે 20 લાખનો દંડ

5 જી પર જૂહી ચાલવાની અરજી નામંજૂર, હાઈકોર્ટએ અરજી માટે 20 લાખનો દંડ
, શુક્રવાર, 4 જૂન 2021 (18:22 IST)
Juhi Chawla 5G Case: બૉલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાની તરફથી દિલ્લી હાઈકોર્ટમાં 5 જી ટેકનીકને લઈને આજે દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ સુનવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટએ જૂહી ચાવલાની અરજી નામંજૂર કરી. કોર્ટે અરજીને વગર કોઈ ઠોસ કારણોસર અરજી તરીકે ગણાવી. કોર્ટે કહ્યું કે જુહી ચાવલાએ બિનજરૂરી રીતે 5 જી ટેક્નોલૉજી સાથે અરજી કરી હતી,જ્યારે કોર્ટમાં આવતા પહેલાં તે આ અંગે સરકારને પત્ર લખી શકતી હતી.
 
જૂહી ચાવલાની અરજીને નામંજૂર કરતા દિલ્હી હાઈકોર્ટએ આ પણ કહ્યુ કે અરજદારએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટુ ઉપયોગ કર્યુ છે. કોર્ટએ આ કારણે અરજદાર પર 20 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યા. આ અરજી ને લગાવીને અરજદારએ કોર્ટનો અમૂલ્ય સમય બરબાદ કર્યું. 
 
દિલ્હી હાઈકોર્ટએ કહ્યુ કે આવુ લાગે છે કે આ અરજીને માત્ર પબ્લિસિટી માટે દાખલ કરાયો  હતો. કોર્ટએ દિલ્હી પોલીસથી કહ્યુ કે તે સુનાવણીના સમયે અવરોધ નાખતા (ગીત) જે વ્યક્તિ ગાય છે તેની ઓળખ કરવી અને  તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ.
 
હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી અંગે ચુકાદો આપતાં કહ્યું કે આ અરજીમાં માત્ર કેટલીક માહિતી છે જે સાચી છે, બાકીની અટકળો અને શંકાઓને આધારે છે.હકીકતમાં 5 જી ટેસ્ટિંગને લઈને જુદી-જુદી વાત કહેવાઈ રહી છે. કેટલાક તેના ફાયદા જણાવી રહ્યા છે તો કેટલાકનો માનવુ છે કે તેની ટેસ્ટિંગ ખૂબ હાનિકારક હોઈ શકે છે. આ બધાની વચ્ચે ગયા દિવસો એક્ટ્રેસ જૂહી ચાવલાએ દેશમાં  5 જી ટેસ્ટિંગ વિરૂદ્ધ તેમના આવાજ ઉઠાવી અને તેની સામે દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરી. જૂહીનો કહેવુ હતુ કે બધા શોધમાં આ સામે આવ્યુ છે કે આરએસ રેડિએશન ખૂન હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આ રેડિએશન માણસની હેલ્થ અને સેફ્ટી માટે સારા નથી. તેથી સરકાર દ્બારા સુનિશ્ચિત કરાય કે આ ટેસ્ટિંગથી કોઈ પણ જીવ-જંતુંને કોઈ પણ રીતે નુકશાન નહી થશે. જ્યારે સુધી આ શોધના સાથે પ્રમાણુત ન થાય કે આરએફરેજથી કોઈને નુકશાન નહી થશે ત્યારે સુધી ભારતમાં તેનો ઉપયોગ પર રોક લગાવવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રિટનમાં 12-15 વર્ષના બાળકોને લગાવાશે ફાઈજર વૈક્સીન, સરકારે કહ્યુ - સંપૂર્ણ રીતે સુરક્ષિત