Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રિટનમાં 12-15 વર્ષના બાળકોને લગાવાશે ફાઈજર વૈક્સીન, સરકારે કહ્યુ - સંપૂર્ણ રીતે સુરક્ષિત

બ્રિટનમાં 12-15 વર્ષના બાળકોને લગાવાશે ફાઈજર વૈક્સીન, સરકારે કહ્યુ - સંપૂર્ણ રીતે સુરક્ષિત
લંડન , શુક્રવાર, 4 જૂન 2021 (18:02 IST)
દુનિયાભરના દેશોમાં નવા કોરોના સ્ટ્રેંસ  (New Covid Strains) ના બાળકોમાં પ્રભાવને લઈને ચિંતા કાયમ છે. જેને ધ્યાનમાં રાખતા ઓછી  વયના બાળકોના વૈક્સીનેશન  (Child Vaccination) ના પ્રયાસ ચાલુ છે. આ જ ક્રમમાં બ્રિટનની મેડિસિન રેગુલેટરી બૉડીએ અમેરિકી ફાર્મા કંપની ફાઈજરની વૈક્સીન  (Pfizer Vaccine) ને 12-15 વર્ષની વયના બાળકોમાં ઉપયોગ કરવાની છૂટ આપી દીધી છે. દેશની રેગુલેટરી અથોરિટીએ વૈક્સીનને આ આયુ સમૂહ માટે સંપૂર્ણ રીતે સેફ બતાવી છે. 
 
અથોરિટીએ કહ્યુ અમે વેક્સીનની 12 થી 15 વર્ષની વયના બાળકો પર સફળ ટ્રાયલ કર્યુ છે. આ વૈક્સીન આ આયુ વર્ગ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રભાવશાળી જોવામાં આવી છે. તેમા કોઈપણ પ્રકારનો કોઈ ખતરો નથી.  જો કે હવે આ દેશમાં વૈક્સીનની એક્સપર્ટ કમિટી પર નિર્ભર કરે છે કે તે આ આયુવર્ગમાં વૈક્સીનેશનની છૂટ આપશે કે નહી. 
 
2000 બાળકો પર કરવામાં આવી ટ્રાયલ, સાઈડ ઈફેક્ટ્સનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ 
 
વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં 2000 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કમીશન ઓન હ્યૂમન મેડિસિનના ચેયરમેને પ્રોફેસર સર મુનીર પીર મોહમ્મદે કહ્યુ - બાળકોમાં ટ્રાયલ કરતા અમે વિશેષ ધ્યાન રાખી રહ્યા હતા. વિશેષ રૂપે સાઈડ ઈફેક્ટ્સનુ. 
 
અમેરિકામાં પણ આપી છે છૂટ 
 
આ પહેલા અમેરિકામાં પણ ફાઈજર વેક્સીન 12  વર્ષ સુધીના બાળકોને લગાવવાની અનુમતિ અપાઈ ચુકાઈ છે.મે મહિનામાં 2000થી વધુ અમેરિકી વોલંટિયર્સ પર કરવામાં આવેલ ટ્રાયલના આધાર પર ફૂડ એંડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યુ હતુ કે ફાઈજર વૈક્સીન સુરક્ષિત છે અને 12 થી 15 વર્ષના કિશોરોને મજબૂત સુરક્ષા આપે છે. ફાઈજર અને તેના જર્મન પર્ટનર બાયોએનટેકે તાજેતરમાં જ યૂરોપીય સંઘમાં બાળકોના વૈક્સીનેશનની અનુમતિ માંગી છે. 
 
મોર્ડના વૈક્સીન 12-17 આયુ વર્ગમાં ખૂબ જ કારગર રહી છે 
 
તાજેતરમાં જાણવા પણ મળ્યુ હતુ કે મોર્ડના વૈક્સીન 12-17 આયુ વર્ગમાં ખૂબ જ કારગર રહી છે. કંપનીનુ કહેવુ છે કે આ આયુ સમુહમાં તેમની વૈક્સીન સિંપ્ટોમેટિક ઈંફેક્શન રોકવામાં 100 ટકા કારગર રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ જિલ્લામાં 18 થી 44 વયજૂથના યુવાનો માટે કોરોના રસીકરણનો પ્રારંભ