Publish Date: Sat, 21 Aug 2021 (12:41 IST)
Updated Date: Sat, 21 Aug 2021 (12:46 IST)
અમદાવાદમાં મેટ્રોટ્રેનની કામગીરી જોરો પર છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલ ચાર-પાંચ દિવસ આને લીધે શહેરવાસીઓને થોડી મુશ્કેલી જરૂર પડશે. મેટ્રોની કામગીરીને કારણે અમદાવાદમાં કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવી રહ્યા છે. જેમા અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
જીવરાજ બ્રિજ બંધ કરવાને કારણે અમદાવાદ પૂર્વથી આવતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે જીવરાજ બ્રીજનો રસ્તો પૂર્વ તરફથી આવતા લોકોને ડાયરેક્ટ શીવરંજની ચાર રસ્તા સુધી પહોચાડે છે.