Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે સંવિધાન દિવસ નિમિત્તે ટ્વીટ કરતા વિવાદ

ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે સંવિધાન દિવસ નિમિત્તે ટ્વીટ કરતા વિવાદ
, બુધવાર, 27 નવેમ્બર 2019 (13:30 IST)
ભાજપના સરકારના એક વખતના સિનિયર કેબિનેટ મંત્રી રહેલા જયનારાયણ વ્યાસે મંગળવારે સંવિધાન દિવસ નિમિત્તે કરેલી ટ્વીટના કારણે નવો વિવાદ ઉભો થયો છે. આ અગાઉ કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે શશિકાંતા દાસની નિયુક્તિ કરી એ સમયે પણ જય નારાયણ વ્યાસે આ નિમણૂંકની આલોચના કરતી ટ્વીટ કરી હતી. 

એ સમયે તેઓએ લખ્યું હતું કે આરબીઆઇના નવા ગવર્નરની શૈક્ષણિક લાયકાત એમ.એ.(ઇતિહાસ) છે. ત્યાર બાદ કટાક્ષ કર્યો હતો કે આશા રાખીએ અને પ્રાર્થાના કરીએ કે તેઓ આરબીઆઇને ઇતિહાસ બનવા દેશે નહીં. નવા ચેરમેનને ભગવાન આશિર્વાદ આપે. તેમની આ ટ્વીટને લઇને ભારે હોબાળો સર્જાયો હતો કારણકે તેઓ પોતે પાયાના ભાજપના કાર્યકર છે. અને તેઓએ આવી ટ્વીટ કરીને સીધી રીતે વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો.

હવે ફરીથી જયનારાયણ વ્યાસે આ પ્રકારની જ ટ્વીટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે સંવિધાનને છિન્નભીન્ન કરવા મેદાને પડેલા રાક્ષસી પરિબળો પરાસ્ત થાય અને મહામાનવ બાબા સાહેબ આંબેડકરે ખુબ જાહેરાતો કરી. આપણને આપેલું સંવિધાન સર્વોપરી બની રહે એવી આજના સંવિધાનના દિવસે શુભકામના. 

આ ટ્વીટ અંગે ભાજપના જ કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી છે. જેમાં કેટલાક કાર્યકરો લખે છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ હાઇકમાન્ડે જયનારાયણ વ્યાસને હાંસિયામાં ધકેલી દીધા છે. 2017ની ચૂંટણીમાં ટિકિટ મળ્યા છતા જયનારાયણને નિરાશા સાંપડી હતી. કારણકે તેઓને આશા હતી કે ચૂંટણી જીતી ફરીથી મંત્રી બની શકશે પણ તેમનું સપનુ અધુરૂ રહ્યું હતું.

મુંબઇ આઇઆઇટીમાંથી એન્જિયનિયરિંગની ડીગ્રી સાથે બીજી અનેક વાધારાની લાયકાત હોવા છતા સાઇડમાં ધકેલી દેવાતા જયનારાયણ વ્યાસ હાઇકમાન્ડથી નારાજ ચાલી રહ્યાં છે. આથી જ્યારે પણ તક મળે તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવાનું છોડતા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એ નેતા જેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રીપદ સુધી પહોંચાડી દીધા