Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓને ઈનોવા ચાલકે કચડ્યા, 7નાં મોત, CMએ કરી સહાયની જાહેરાત

અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓને ઈનોવા ચાલકે કચડ્યા, 7નાં મોત, CMએ કરી સહાયની જાહેરાત
, શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (09:30 IST)
અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 6 જેટલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 5 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક સ્થાનિક વ્યક્તિ પણ સામેલ છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર CHC ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે હાઈવે મરણ ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક્ટ્રેસ મહાલક્ષ્મીએ પ્રોડ્યૂસર રવિંદર ચંદ્રશેખરન સાથે રચાવ્યા લગ્ન, વેડિંગ પિકચર્સ જીતી રહી છે દિલ