Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકસાથે 5 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુ - પતિ-પત્ની અને ત્રણ બાળકોની સામુહિક આત્મહત્યા

narmada level
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (16:41 IST)
થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આત્મહત્યા, પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકાબનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એકસાથે 5 લોકોએ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકા સેવાઇ રહી છે. જોકે, કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હાલમાં અન્ય મૃતદેહોની શોધખોળ શરૂ છે. હાલમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા છે તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મહિલા દેથળી ગામની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Airtel નો આખા વર્ષનો આવ્યો છે મસ્ત Plan ! દરરોજ 5 રૂપિયાથી ઓછી કિમંતમા મેળવો આટલા બધા Benefits; જાણીને તરત જ કરાવી લેશો રિચાર્જ