Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે આજથી ટ્રેનો વેરાવળથી દોડશે

train blast
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (09:17 IST)
સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ પ્રગતિમાં છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે. પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે રેલ્વે પ્રશાસન દ્વારા, સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો આગમન પ્રસ્થાન 01.09.2022 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી આવતી/જતી રહેશે.જેના કારણે અમદાવાદથી સોમનાથ આવતી/જતી ટ્રેનોની વિગતો નીચે મુજબ રહેશે.
 
1.  ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
 
2.  ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી વેરાવળ અને અમદાવાદ વચ્ચે દોડશે.
 
3.  ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31 ઓગસ્ટ 2022થી જબલપુર અને વેરાવળવચ્ચે દોડશે.
 
4.  ટ્રેન નંબર 11466 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 02 સપ્ટેમ્બર 2022થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
 
5.  ટ્રેન નંબર 11463 જબલપુર - સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
 
6.  ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 03 સપ્ટેમ્બર 2022થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
 
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, સાયન્સ સિટી ખાતે રાજ્ય S&T મંત્રી પરિષદનું ઉદ્ઘાટન કરશે