Ind vs Eng 4th Test Day-2: ઋષભ પંત અને વોશિંગટનની શાનદાર રમતથી ભારત મજબૂત, બીજા દિવસની રમત પુરી થતા સુધી સ્કોર 294/7
, શુક્રવાર, 5 માર્ચ 2021 (17:35 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને ઈગ્લેંડની વચ્ચે ચોથી ટેસ્ટ રમાય રહી છે. બીજા દિવસની રમત ખતમ થતા સુધી ભારતે પહેલી રમતમાં 7 વિકેટ ગુમાવીને 294 રન બનાવી લીધા છે. પહેલા દાવના આધાર પર ટીમ ઈંડિયાની લીડ 89 રનની થઈ ચુકી છે. ભારત તરફથી ઋષભ પંતે શાનદાર બેટિંગ કરતા 101 રનની રમત રમી. ઈગ્લેંડ તરફથી જેમ્સ એંડરસને ત્રણ અને બેન સ્ટોક્સે બે વિકેટ લીધી. ઈગ્લેંડની ટીમ પ્રથમ દાવમાં 205 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
સુંદર અને પંત વચ્ચે 113 રનની ભાગીદારી
વોશિંગ્ટન સુંદર અને રિષભ પંત વચ્ચે 113થી વધારે રનની ભાગીદારી થઈ હતી. ઋષભ પંતે 118 બોલમાં 13 ફોર અને 2 સિક્સની મદદથી 101 રન બનાવી આઉટ થયો હતો. પંત અને સુંદરની જોડીએ સવારથી ચૂપ બેઠેલી પબ્લિકનો પાનો ચડાવ્યો હતો.113 રનની ભાગીદારીમાં પંતે 71 રન અને વી. સુંદરે 40 રન બનાવ્યા હતા.
પંતે 17 ઈનિંગ પછી સદી ફટકારી
વિકેટકીપર બેટ્સમેન પંતે 17 ઈનિંગ પછી સદી ફટકારી છે. આ પહેલા તેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 159 રન બનાવ્યા હતા. બે સદી વચ્ચે તે એકવાર 97 અને 91 રને આઉટ થયો હતો. એક વખત 89 રને અણનમ રહ્યો હતો.
90 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 7 વિકેટ 290 રને પહોંચ્યો છે. વૉશિંગટન સુંદર 57 રન અને અક્ષર પટેલ 10 રને ક્રિઝ પર છે. ભારતે ઇંગ્લેન્ડ પર 85 રનની લીડ મેળવી લીધી છે.
- 25 ઓવરની રમત બાદ ભારતનો સ્કોર 40/2 ચેતેશ્વર પુજારાના આઉટ થયા બાદ કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રીઝ પર છે રોહિત શર્મા 20 રન બનાવી રમી રહ્યા છે, ત્યારે સુકાની કોહલીનુ ખાતું ખોલવાનું બાકી છે.
- 23.6 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ ચેતેશ્વર પૂજારાના રૂપમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. પૂજારાએ 66 બોલમાં 17 રન બનાવ્યા હતા અને તે જેક લિચને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ભારતે આ રીતે 40 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન વિરાટ કોહલી રોહિતને સાથ આપવા ક્રીઝ પર આવ્યા છે.
- 20 ઓવર પછી, ભારતનો સ્કોર 34/1, બીજા દિવસે ઈગ્લેંડ અત્યાર સુધી આઠ ઓવર નાખી ચુક્યુ છે. , જેમાં ભારતના ખાતામાં ફક્ત 10 જ ર નનો ઉમેરો થયો છે. એન્ડરસન તેની 9 ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા છે, જ્યારે બેન સ્ટોક્સ પણ ટાઈટ બોલિંગ કરી રહ્યો છે.