Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં ચાલુ છે કોરોનાનો કહેર, 24 કલાકની અંદર 3800 થી વધુના મોત, નવા કેસ ફરી 2 લાખ પાર

દેશમાં ચાલુ છે કોરોનાનો કહેર, 24 કલાકની અંદર 3800 થી વધુના મોત, નવા કેસ ફરી 2 લાખ પાર
, ગુરુવાર, 27 મે 2021 (11:37 IST)
ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી મંદી પડી રહી છે.  છેલ્લા 24 કલાકમાં અંદર કોરોના વાયરસના કુલ 2 લાખ 11  હજાર 275 નવા કેસ આવ્યા આવ્યા છે. જો કે કોરોનાથી થઈ રહેલ મોતની પ્રક્રિયા બુધવારે પણ યથાવત રહી  એક દિવસમાં 3 હજાર 841 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો 
 
રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકની અંદર 2 લાખ 82 હજાર 924 લોકોએ કોરોનાની જંગ જીતી છે. આ સાથે હવે દેશમાં કોરોનાના એક્ટિવસેડકર 24 લાખ 15 યુએસ 761 પર આવી ગયા છે.
 
બીજી બાજુ હવે કોરોનાથી સંક્રમિતોના કુલ આંકડા વધીને  2 કરોડ  46 લાખ 26 હજારથી ઉપર પહોંચી ગયા છે,  તો બીજી બાજુ અત્યાર સુધી આ સંક્રમણે દેશમાં 3 લાખ 15 હજાર 263 લોકોનો જીવ લઈ લીધો છે. 
 
20 કરોડ રસી લગાવનારો બીજો દેશ બન્યો ભારત 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, બુધવારે જણાવ્યું હતું કે યુ.એસ. પછી ભારત કોવિડ -19  વેક્સીનની 20 કરોડથી ડોઝ લગાવનારો બીજા નંબરનો દેશ બની ગયો છે,  મંત્રાલયે કહ્યુ કે ભારતે આ ટીકાકરણ 130 દિવસમાં પુરૂ કર્યુ, જ્યારે કે અમેરિકાએ 124 દિવસમાં આટલા લોકોને વેક્સીન આપી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

7th Pay Commission- કેંદ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી જુલાઈની સેલેરી વધીને આવી શકે છે DA