Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં કોરોનાનો કહેર કાયમ : દેશમા 1 દિવસમાં 4172 લોકોના મોત, નવા કેસ ફરી 2 લાખ પાર

દેશમાં કોરોનાનો કહેર કાયમ : દેશમા 1 દિવસમાં 4172 લોકોના મોત, નવા કેસ ફરી 2 લાખ પાર
, બુધવાર, 26 મે 2021 (11:57 IST)
ભારતમાં  કોરોના વાયરસના પ્રસારમાં હવે ઘટાડો થયો છે. કોરોનાના નવા મામલા ઘટવાની સાથે સંક્રમણ દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ મૃત્યુઆંક હજુ ચિંતા વધારી રહ્યો છે  ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા કેસો બે લાખના આંકડાની નજીક આવી ગયા છે, પરંતુ દૈનિક મોતની સંખ્યા હજી ચાર હજારની નજીક છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનામાં ફરી એકવાર 4172 લોકો મૃત્યુ પામ્યા છે, જે મંગળવારના આંકડા કરતા વધારે છે. મંગળવારે 21 દિવસ પછી દેશમાં મૃત્યુના આટલા ઓછા 3498 કેસ સામે આવ્યા હતા. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં બુધવારે વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસના 208,886 નવા કેસ સામે આવ્યા છે.  બીજી બાજુ આ દરમિયાન લગભગ 4172 લોકોએ જીવ ગુમાવ્યો છે. મંગળવારે આ જ આંકડો 3,498 હતો. સાથે જ નવા કેસ પણ બે લાખથી ઘટીને 195,815 પર આવ્યા હતા. આ રીતે જોવા જઈએ તો અગાઉના દિવસોની તુલનામાં કોરોનાના કેસમાં ફરી મોટો વધારો જોવા મળ્યો છે. કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જોવા મળી રહ્યા છે. 
 
મળતી માહિતી મુજબ, દેશમાં કોરોના વાયરસના કુલ કેસ  2,71,56,382 ને પાર કરી ગયા છે, જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 24,90,876 છે. આરામની વાત એ છે કે કોરોનાથી ઠીક થનારા દર્દીઓની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 2,43,43,299 કોરોના સંક્રમિત સાજા થયા છે, જેમાંથી 295085 લોકોએ બુધવારે એક જ દિવસમાં કોરોનાને હરાવ્યો. પરંતુ દેશમાં મૃત્યુઆંક 3 લાખને વટાવી ગયો છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 311421 લોકોએ જીવ ગુમાવ્યો છે.
 
મે મહિનામાં કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, આ આંકડાથી સમજો 
 
25 મે 2021: 208,886 નવા કેસ અને 4,172 મૃત્યુ.
24 મે 2021: 195,815 નવા કેસો અને 3,498 મૃત્યુ.
23 મે 2021: 222,835 નવા કેસ અને 4,455 મૃત્યુ
22 મે 2021: 243,777 નવા કેસ અને 3,788 મૃત્યુ.
21 મે 2021: 254,395 નવા કેસો અને 4,143 મૃત્યુ
20 મે 2021: 259,269 નવા કેસો અને 4200 મૃત્યુ
19 મે 2021: 276,261 નવા કેસ અને 3,880 મૃત્યુ.
18 મે 2021: 267,174 નવા કેસ અને 4,525 મૃત્યુ.
17 મે 2021: 263,045 નવા કેસ અને 4,340 મૃત્યુ.
16 મે 2021: 281,860 નવા કેસો અને 4,092 મૃત્યુ.
15 મે 2021: 310,822 નવા કેસ અને 4,090 મૃત્યુ
14 મે 2021: 326,123 નવા કેસ અને 3,879 મૃત્યુ
13 મે 2021: 343,288 નવા કેસ અને 3,999 મૃત્યુ.
12 મે 2021: 362,406 નવા કેસ અને 4,126 મોત .
11 મે 2021: 348,529 નવા કેસ અને 4,200 મોત 
10 મે 2021: 329,517 નવા કેસ અને 3,879 મોત 
9 મે 2021: 366,499 નવા કેસ અને 3,748 મોત 
8 મે 2021: 409,300 નવા કેસ અને 4,133 મોત 
7 મે 2021: 401,326 નવા કેસ અને 4,194 મોત .
6 મે 2021: 414,433 નવા કેસ અને 3,920 મોત 
5 મે 2021: 412,618 નવા કેસો અને 3,982 મોત 
4 મે 2021: 382,691 નવા કેસ અને 3,786 મોત .
3 મે 2021: 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021: 370,059 નવા કેસ અને 3,422 મોત 
1 મે 2021: 392,562 નવા કેસ અને 3,688 મૃત્યુ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CBSE class 12 exam 2021- સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈને બધા રાજ્યોએ સરકાર મોક્લયા તેમના વિચાર બીજા ઓપ્શનથી 19 વિષયોની પરીક્ષા કરાવવા તૈયાર