Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક

narmada dam
અમદાવાદ , મંગળવાર, 27 જૂન 2023 (13:21 IST)
રાજ્યના 207 ડેમમાં 39.97 ટકા જ પાણીનો જથ્થો છે, નર્મદા ડેમમાં 51.61 ટકા પાણી
 
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 9.29 ટકા વરસાદ વરસ્યો
 
ગુજરાતમાં ચોમાસુ હવે જામ્યુ છે. મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં જમાવટ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 67.33 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 20.70 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9.29 ટકા વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 20.42 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. અહીં માત્ર 3.19 ટકા જ વરસાદ નોંધાયો છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદ અટકી ગયો હતો. પરંતુ હવે રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 
 
દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યાં
રાજકોટ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. નવસારીમાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ગણદેવી તાલુકાના 13 ગામોને એલર્ટ કરી દેવાયા છે. અંબિકા નદીમાં 13,700 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. રાજકોટની વાત કરીએ તો ઉપલેટાના મોજ ડેમમાં અડધા ફૂટ નવા નિરની આવક થવાથી ડેમની કુલ સપાટી 44.00 ફૂટ પર પહોંચી ગઈ છે. મોજ ડેમમાં હાલ 38.90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે.મદનપુરા કોડાય વચ્ચેની નદીમાં નવા નીર આવ્યાં છે. જેના કારણે કોડાયથી ધોકડા જવાનો માર્ગ બંધ થયો છે. 
 
સરદાર સરોવરમાં 51.51.61 ટકા પાણીનો જથ્થો
વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલની તારીખે માત્ર 39.97 ટકા જ પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઝોન પ્રમાણેના જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.85, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.41, કચ્છના 20 ડેમમાં 48.48, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 અને સરદાર સરોવરમાં 51.51.61 ટકા પાણીનો જથ્થો છે.
 
રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર
કચ્છના પાંચ ડેમ હાલમાં છલોછલ ભરાયેલા છે. રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર છે. જ્યારે એક ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. વોર્નિંગ પર બે ડેમ છે. ચાર ડેમમાં 90 ટકા પાણીનો જથ્થો છે. એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. બે ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 199 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. નખત્રણાનો ગજનસર ડેમ, મુંદ્રાનો કાલાઘોડા ડેમ, અબડાસાનો કંકાવટી ડેમ, માંડવીનો ડોન ડેમ પણ છલોછલ ભરાયેલો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ICC World Cup 2023 Schedule: ભારત-પાકિસ્તાન વચ્ચે 15મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે હાઈવોલ્ટેજ મુકાબલો