Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી અને સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ બીજી જૂને કમલમ ખાતે ભાજપમાં જોડાશે

મુખ્યમંત્રી અને સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ બીજી જૂને કમલમ ખાતે ભાજપમાં જોડાશે
, મંગળવાર, 31 મે 2022 (11:50 IST)
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરીયો ખેસ ધારણ કરશે.

17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Railway રેલ્વે: કેટલાક 'અન્ય વ્યક્તિ' પણ તમારી ટ્રેન ટિકિટ પર મુસાફરી કરી શકે છે! જાણો રેલ્વેના મહત્વના નિયમો રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર છે. આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન રિઝર્વેશન ટિકિટ છે, પરંતુ તમે