Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાથી 928 બાળકો અનાથ, સરકારી સહાય યોજનાને મળ્યા સ્પષ્ટ આંકડા

ગુજરાતમાં કોરોનાથી 928 બાળકો અનાથ, સરકારી સહાય યોજનાને મળ્યા સ્પષ્ટ આંકડા
, ગુરુવાર, 29 જુલાઈ 2021 (14:00 IST)
ગુજરાતમાં મહામારીથી થયેલી તારાજીનું ચિત્ર હવે સ્પષ્ટ થયુ છે.  સુપ્રિમ કોર્ટના આદેશને પગલે કોવિડ -૧૯ થી અનાથ થયેલા બાળકો માટે સરકારે જાહેર કરે સહાય યોજનાને કારણે આ મહામારીથી થયેલી તારાજીનું ચિત્ર વધુ સ્પષ્ટ થયુ છે . કોવિડ -૧૯ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ થયા છે. આ મહામારીને કારણે ૩,૩૪૩ બાળકોને પિતાનું છત્ર ગુમાવવુ પડયુ છે. સરકારી સહાય માટે શરૃ થયેલા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર ગુજરાતમાં અનાથ અને માતા અથવા પિતા બેઉમાંથી એક અર્થાત એક વાલી ગુમાવનાર શુન્યથી ૧૮ વર્ષ સુધીના ૪,૯૮૧ બાળકો નોંધાયા છે.
 
સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, કોરોનાકાળના ૧૬ મહિનામાં ૯૨૮ અનાથ સહિત કુલ ૪,૯૮૧ બાળકોમાંથી ૬૨૦ની માતાના પણ અવસાન થયા છે. સરકારે કોવિડ-૧૯ને કારણે અનાથ થયેલા બાળકો માટે ૧૮ વર્ષ સુધી મહિને રૂ .૪,૦૦૦ અને ત્યારબાદ ૨૧ વર્ષ સુધી મહિને રૂ.૬,૦૦૦ની સીધી સહાય ઉપરાંત શૈક્ષણિક અને પગભર થવા માટે અન્ય યોજનાઓ જાહેર કરી છે. જો કે, જાણકારીના અભાવે શરૂઆતમાં રજિસ્ટ્રેશન થતુ નહોતુ. હવે સમાજ કલ્યાણ અધિકારીઓ અને ગ્દય્ર્ંના સહયોગથી ૨૧ જૂલાઈની સ્થિતિએ આ સંખ્યા ૪,૯૮૧એ પહોંચી છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં એકવાલી બાળકો નોંધાયા છે. અરવલ્લીમાં ૩૪૯, રાજકોટમાં ૩૪૨, ભાવનગરમાં ૩૦૬ બાળકોના માતા કે પિતાનું કોરોના કાળમાં મૃત્યુ થયુ છે.
 
 કોરાનાની બીજી લહેર વખતે દેશભરમાં મૃત્યુ આંક તેની ચરમસપાટીએ પહોંચ્યો હતો ત્યારે અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં નાના બાળકોએ કાં તો બંને અથવા પરિવારના મોભી એવા એક વાલીને કોરોનામાં ગુમાવ્યા હોય. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો પિટિશન લઈને કેન્દ્ર સરકારને આવા બાળકો અંગે પણ રાહતનો નિર્ણય લેવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે દેશવ્યાપી નીતિ ઘડવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: "બચપન કા પ્યાર" ગીતના સહદેવની સાઅથે જે થયુ તે તેણે વિચાર્યુ પણ નહી હતું