Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાવાપુરી જૈન મંદિરના જૈન સાધુઓની પાપલીલા, યુવતીઓ પોલીસ નિવેદનમાં કર્યો મોટો ધડાકો

પાવાપુરી જૈન મંદિરના જૈન સાધુઓની પાપલીલા, યુવતીઓ પોલીસ નિવેદનમાં કર્યો મોટો ધડાકો
, સોમવાર, 29 જૂન 2020 (11:41 IST)
સાબરકાંઠાના ઇડર ના પાવાપુરી જૈન મંદિર ના બંને જૈનાચાર્ય સામે વધુ એક ફરિયાદ નોંધાતા આજે ઇડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. બંને જૈન સાધુઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નો ટેસ્ટ કરાવ્યા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી છે.  ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના બંને જૈનાચાર્ય સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ કરનારી પરીણિતાએ ફરિયાદથી અલગ જ નિવેદન આપતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
ફરિયાદમાં આ બંને જૈનાચાર્ય વિરૂદ્ધ ધર્મના નામે ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ છે. પીડિતાનાં પતિએ આ મામલામાં વીડિયો અને તસવીર સહિતનાં પુરાવા આપ્યા છે. આ કિસ્સો સામે આવતા જૈન સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 
સુરતની પરિણિતાએ નિવેદન આપ્યું છે કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ.
 
પીડિતાએ કહ્યું કે જૈન સાધુએ પતિને પૂજાપાઠ માટે બોલાવતા સપરિવાર 26 ડિસેમ્બર 2019ના રોજ ઈડર આવ્યા હતા. એ સમયે પાવાપુરીના ટ્રસ્ટી આશિત દોશી, તેના ભાઈ પરાગ દોશી અને મનીષ દોશી તેના પતિને મળ્યા હતા. બંને જૈનાચાર્યએ અનેક મહિલા અનુયાયીઓ સાથે વ્યભિચાર કર્યો છે તેથી તેમની સામે પુરાવા એકત્ર કરવામાં મદદ માગી હતી.
 
પરીણિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમણે વીડિયો કેમેરાવાળું એક લેડીઝ પર્સ આપ્યુ હતુ. યુવતીએ જણાવ્યું હતું કે શૂટિંગ કરવું તેના માટે કઠીન કામ હતું. આશિત દોષી અને તેના બંને ભાઈઓએ તેમનાં બાળકોને કબ્જે કરીને ધમકી આપીને આ કામ કરવા કહ્યું હતું જેથી તૈયાર થઈ હતી. ત્રણેય ભાઈએ તેમને ઘેનની ગોળીઓ આપી હતી. જે પૈકી બબ્બે ગોળી બંને મહારાજોના જમવામાં ભેળવી અને બે ગોળી પોતે લીધી હતી. ત્યાર બાદ બંને મહારાજને અલગ અલગ રૂમમાં મળી હતી અને અમુક મર્યાદા સુધીની હરકતોનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.
 
યુવતીનો દાવો છે કે, સાધુઓ સાથે કોઈ શારિરિક સંબંધો બંધાયા નહોતા કે બળાત્કાર થયો નહોતો. આ ઘટના પછી યુવતીના પતિ ત્યાં જ રોકાઈ ગયા હતા અને તેમને બીજા દિવસે આશિત દોશી અને તેના ભાઈઓએ વિડીયો બતાવીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ. 
 
એક મહિના અગાઉ આશિત દોશીએ પીડિતાના પતિને તમામ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બંને મહારાજો વિરુધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવવા કહ્યું હતું. પરિણીતાએ તેના નિવેદનમાં ઈડર પોલીસ મથકે 22 જૂને તેના નામ સાથે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનું પીડિતાએ નિવેદન આપતા મામલો ગૂંચવાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના આરોપો અને દાવાઓ પર જવાબ, ચીન સાથેના સંબંધો પર ભાજપ આ 10 પ્રશ્નના આપે ઉત્તર