Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાનજીનો લંકામાં વિરોધ થયો હતો, હું રાજકીય નહીં માત્ર બજરંગબલીની પાર્ટીનો છુંઃ બાગેશ્વર બાબા

હનુમાનજીનો લંકામાં વિરોધ થયો હતો, હું રાજકીય નહીં માત્ર બજરંગબલીની પાર્ટીનો છુંઃ બાગેશ્વર બાબા
, શનિવાર, 27 મે 2023 (10:25 IST)
ભારત દેશ હિન્દૂ રાષ્ટ્ર જાહેર થવો જોઈએ એ મારૂ લક્ષ્ય સનાતન જ છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
 
સુરતઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગશે. બાબાનાં દર્શન કરવા માટે મુંબઈથી લોકો આવ્યા છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે.
 
હું એક જ હનુમાનજીની પાર્ટીનો છું
સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી સંભાવના છે. સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ત્યારે આ દિવ્ય દરબાર યોજાય એ પહેલા બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં ધીરેન્દ્ર સસ્ત્રીનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ભારત દેશ હિન્દૂ રાષ્ટ્ર જાહેર થવો જોઈએ, હનુમાનજી લંકા ગયા હતા ત્યારે તેમનો પણ વિરોધ થયો હતો, હું કોઈ પણ પાર્ટીનો નથી, હું એક જ હનુમાનજીની પાર્ટીનો છું. હિન્દૂ રાષ્ટ્ર કેવી રીતે બનાવવું એ મારૂ લક્ષ્ય સનાતન જ છે.
 
શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા
ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરતમાં દિવ્ય દરબાર યોજશે. ત્યાર બાદ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તેમનો દરબાર યોજાશે. અહીં ખાસ વાત એ છે કે, બાબા બાગેશ્વર માટે સાળંગપુરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. હવે બાબા ભારત દેશમાં જ્યાં પણ જશે ત્યાં આ ગદા તેમની સાથે સાથે ફરશે. બાબા હનુમાનજી મહારાજના ભક્ત છે અને એવું કહેવાય છે કે શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોહિતની એક ભૂલને કારણે IPLની ફાઇનલમાં ન પહોંચી શક્યું મુંબઈ, તૂટી ગયો વર્ષો જૂનો રેકોર્ડ